રામકથાકાર પુ. મોરારીબાપુ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ૫૦ લાખની સહાયની જાહેરાત

696

ગઈકાલે સાંજે ગુજરાતના તટીય વિસ્તારોમાં તાઉ તે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજય મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે.

Previous articleમંત્રી વિભાવરીબેને કંટ્રોલ રૂમમાં ર૪ કલાક વાવાઝોડાની કામગીરીની નિગરાની રાખી
Next articleતાઉ-તે વાવાઝોડાના કારણે ગોહિલવાડ પંથકમાં લીંબુના પાકને વ્યાપક નુકસાન