તાઉ-તે વાવાઝોડાના કારણે ગોહિલવાડ પંથકમાં લીંબુના પાકને વ્યાપક નુકસાન

305

’તાઉ-તે’ વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે જેમાં ભાવનગર જિલ્લાના વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા, શિહોર, વલભીપુર, ઉમરાળા સહિતના આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું છે જેને લઈ તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરવે નુકસાનનો આંક જાણી શકાશે.’તાઉ-તે’ વાવાઝોડાએ ગ્રામ્ય પથંકમાં ભારે નુકશાની પહોંચાડી છે. જેમાં ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારની સીમમાં આવેલા અનેક ખેતર અને વાડીમાં વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશયી થયા છે જેને પગલે ખેડૂતોને મોટા પાયે નુકશાન પહોંચતા હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે, વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોચ્યું હતું.ભાવનગર જિલ્લામાં લીંબુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થઇ રહયું છે, ભાવનગર જિલ્લાના પાલીતાણા, શિહોર, વલભીપુર, ઉમરાળા સહિતના આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું છે, અનેક ખેતરોમાં લીંબુના વૃક્ષો ઝડમળું માંથી નીકળી ગયા છે, ખેતરોમાં લીબુની પથારી થઈ ગઈ હોય અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોય તેવું દેખાય રહ્યું છે.જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઈ કોસાંબી એ જણાવ્યું હતું કે તોઉ-તે વાવાઝોડા ને કારણે જિલ્લામાં અનેક ખેડૂતો ને નુકસાન થયું છે સરકાર દ્વારા પ્રાથમિક સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લામાં અલગ-અલગ ૩૫ ટિમોની રચના કરી તાલુકાઓમાં સર્વે કરશે પછી સાચો આંક ખબર પડશે કે ખેડૂતો ને કેટલા નુકશાન થયું છે.