રામકથાકાર પુ. મોરારીબાપુ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ૫૦ લાખની સહાયની જાહેરાત

692

ગઈકાલે સાંજે ગુજરાતના તટીય વિસ્તારોમાં તાઉ તે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજય મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે.