મિર્ઝાપુરના પંડિતજી રસ્તા પર લાડુ વેચીને ગુજરાન ચલાવે છે

810

આખી દુનિયાને બાનમાં લેનારી મહામારી આગળ સૌ કોઇ પાંગળુ બની ગયુ છે. ઘણાં સેલિબ્રિટીઝે તેમનો રોજગાર ગુમાવ્યો છે અને તેઓ આર્થિક ભીસમાં આવી ગયા છે. મહામારીને કારણએ ઘણાં સેક્ટર નુક્સાની સહન કરી રહ્યાં છે. જેમાં મનોરંજન જગત પણ શામેલ છે. અત્યાર સુધી ઘણાં સેલિબ્રિટીઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે તો ઘણાં કોરોનાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી હોવાની વાત કબૂલી ચુક્યાં છે. આ વચ્ચે મિર્ઝાપુર સ્ટાર પંડિત જી એટલે કે રાજેશ તૈલંગની એક તસવીર વાયરલ થઇ રહી છે. એકટરની આ તસવીરે તેનાં ફેન્સની ચિંતા વધારી દીધી છે. જેમાં રાજેશ તૈલંગ રસ્તા પર લાડુ વેચતો નજર આવે છે. રાજેશ તૈલંગની આ તસવીર જોઇ ઘણાં યૂઝર્સે તેને સવાલ કર્યા ચે અને ચિંતા જાહેર કરી છે. એક્ટરે પોતે તેની આ તસવીર તેનાં ટિ્‌વટર પેજ પર શેર કરી ચે. જેમાં તે રસ્તા પર લાડૂ વેચતો નજર આવે છે. વાદળી રંગનાં શર્ટમાં ઉભેલો રાજેશ તૈલંગ કેમેરામાં જોતો નજર આવે છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ’લોકડાઉન ખુલે, કોરોના જાઓ તો ફરી ધંધે લાગું. આ સીવાય એક્ટરે આની સાથે અન્ય કંઇજ વધુ માહિતી જણાવી નથી. ઘણાં યૂઝર્સ કમેન્ટ કરતાં રાજેશ તૈલંગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે જ્યાં કેટલાંક લોકોને લાગે છે કે, એક્ટરની આતસવીર કોઇ શો કે મૂવીની શૂટિંગની હોઇ શકે છે.
તો કેટલાંકને લાગે છે કે, તેમને આર્થિક ભીસ તો નથી પડી રહી. તો અન્ય એક યૂઝરે પૂછી લીધુ કે, ’આ કોણ છે?’ જેનાં જવાબમાં એક્ટર કહે છે, ’નવાબ ભાઇ હું રાજેશ તૈલંગ છું. એક એક્ટર. આશા કરુ કે આપ સ્વસ્થ હશો. સુરક્ષિત રહો.’ તો એક યૂઝરે લખ્યુ કે, ’રાજેશ ભાઇ ત્યાં સુધી અમને પણ એક પ્લેટ રામ લડ્ડુ ખવડાવો. તો અન્ય એક યૂઝરે ’મિર્ઝાપુર’માં રાજેશની એક્ટિંગ યાદ કરતાં લખ્યું કે, ’વકિલાતથી સીધા આ ધંધામાં ઘુસી ગયા ગુરુ?’ આપને જણાવી દઇએ કે, રાજેશ તૈલંગે મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ અને બબલૂ ભૈયા.. એટલે કે વિક્રાંત મૈસીનાં પિતા પંડિતજીનો રોલ અદા કર્યો હતો. સીરીઝ દરમિયાન સીઝનમાં તેમણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું.

Previous articleભાવનગર જિલ્લા પંચાયતની ૭ સમિતિઓની ચેરમેનોની નિમણુંક કરાઈ
Next articleનવા ખેલાડીને ટીમમાં સ્થાન ન મળતાં રમિઝ રોષે ભરાયો