TET સર્ટિફિકેટની માન્યતા ૭ વર્ષની જગ્યાએ આજીવન કરાઇ

293

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩
શિક્ષક બનવા માંગતા યુવાનો માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ્‌ઈ્‌ માટેની માન્યતાની ઉંમર સાત વર્ષને બદલે આજીવન કરી દીધી છે. શિક્ષણ મંત્રાલયે આજે આ આદેશ જારી કર્યો છે. આ ઓર્ડર ૨૦૧૧ થી આ પરીક્ષામાં પાસ થયેલા તમામ ઉમેદવારોને લાગુ પડશે. આપને જણાવી દઇએ કે, ્‌ઈ્‌ એ વ્યક્તિ માટે શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે પાત્ર બનવા માટેની આવશ્યક લાયકાતોમાં એક ગણાય છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ એ જાહેરાત કરી છે કે, વર્ષ ૨૦૧૧ થી ્‌ઈ્‌ ની આજીવન માન્યતા લાગુ થશે. એટલે કે, જે ઉમેદવારોએ ૨૦૧૧ માં ્‌ઈ્‌ પાસ કર્યું છે, તેમના ્‌ઈ્‌ પ્રમાણપત્રો પણ આજીવન માન્ય રહેશે. પોખરીયાલે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોને રોજગારની તકો વધારવાની દિશામાં આ એક સકારાત્મક પગલું હશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ઉમેદવારો અથવા વિદ્યાર્થીઓ કે જેના પ્રમાણપત્રને સાત વર્ષ પૂર્ણ થયા છે, આ સંદર્ભે સંબંધિત રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રશાસન, ્‌ઈ્‌ ની માન્યતા અવધિમાં ફેરફાર કરવા અથવા નવું ્‌ઈ્‌ પ્રમાણપત્ર જારી કરવા જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે આ પગલાથી ઉમેદવાર જેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેમને રોજગારની તકોમાં વધારો થશે.
૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૧ નાં રાષ્ટ્રીય શિક્ષક પરિષદ (એનસીટીઇ) ની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે રાજ્ય સરકાર ્‌ઈ્‌ નું સંચાલન કરશે અને ્‌ઈ્‌ લાયકાત પ્રમાણપત્રની માન્યતાનો સમયગાળો પરીક્ષા પાસ થવાની તારીખથી સાત વર્ષનો રહેશે.

Previous articleપટણા એમ્સમાં ત્રણ બાળકોને કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
Next articleભાવનગર ખાતે રૂ.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડેપો- વર્કશોપનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થયું