અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર તાલિબાનનો રોકેટ હુમલોઃ તમામ ફ્લાઇટ્‌સ રદ્દ

220

(જી.એન.એસ.)કાબૂલ,તા.૧
અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તાલિબાને એરપોર્ટ પર ત્રણ રોકેટ હુમલા કર્યા છે. જે બાદ તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે.
અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી ફર્યા બાદથી જ અફઘાન સેના અને તાલિબાનની વચ્ચે સંઘર્ષ જારી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાને હુમલા વધારી દીધા છે. તાલિબાન હવે કંધાર પર કબ્જો કરવાના પ્રયત્નમાં છે, જે હજુ પણ ઘણી હદ સુધી અફઘાન સેનાના નિયંત્રણમાં છે. કંધાર એરપોર્ટના અધિકારીઓએ રોકેટ હુમલાની પુષ્ટિ કરી છે. એરપોર્ટ ચીફે જણાવ્યુ છે કે દક્ષિણી અફઘાનિસ્તાનમાં સ્થિત કંધાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રોકેટ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા બાદ એરપોર્ટથી ઉડનારી તમામ ફ્લાઈટને રદ કરી દેવાઈ છે. કંધાર હજુ પણ અફઘાન સરકારના નિયંત્રણમાં છે પરંતુ અહીં તાલિબાન તેજીથી કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. કંધાર અફઘાનિસ્તાનના મહત્વપૂર્ણ શહેરોમાંનુ એક છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં તાલિબાને હુમલા વધારી દીધા છે. રોકેટ હુમલા થઈ રહ્યા છે. માસૂમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે લોકો પોતાના ઘર છોડીને રેફ્યુજી કેમ્પમાં રહેવા માટે મજબૂર છે.
કંધાર હજુ પણ અફઘાન સરકારના નિયંત્રણમાં છે પરંતુ અહીં તાલિબાન તેજીથી કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. કંધાર અફઘાનિસ્તાનના મહત્વપૂર્ણ શહેરોમાંથી એક છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં તાલિબાને હુમલો તેજ કરી દીધો છે. રોકેટ હુમલા થઈ રહ્યા છે. માસૂમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે લોકો પોતાના ઘર છોડીને રેફ્યુજી કેમ્પમાં રહેવા માટે મજબૂર છે. સરકારે કંધારમાં એક રેફ્યુજી કેમ્પ બનાવ્યો છે. જેમાં ૧૧ હજારથી વધારે પરિવાર રહે છે. કંધારના સાંસદ સૈયદ અહેમદ સૈલાબે કેટલાક દિવસ પહેલા જણાવ્યુ હતુ કે ઈદ બાદ તાલિબાને અફઘાની સેના પર હુમલા વધારી દીધા છે. સમગ્ર કંધારમાં સામાન્ય લોકો તાલિબાન અને સેના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ફસાઈ ગયા છે અને પરિસ્થિતિ એ છે કે સેંકડો ગામોમાંથી હજારો લોકો સુરક્ષિત સ્થળની તપાસમાં ઘરેથી દૂર જઈ રહ્યા છે.

Previous articleસંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના ૧૩૩ કરોડ રૂપિયા વેડફાયા
Next articleગુજરાત ભાજપમાં મોટો ફેરફારઃ રત્નાકરને સંગઠનના મહામંત્રી બનાવાયા