ગુજરાત ભાજપમાં મોટો ફેરફારઃ રત્નાકરને સંગઠનના મહામંત્રી બનાવાયા

999

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧
ગુજરાત ભાજપમાં એક મોટો ફેરફાર થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી રત્નાકરને ગુજરાતમાં અગત્યની જવાબદારી સોંપી છે. લાંબા સમયથી ગુજરાત ભાજપના મહાસચિવ તરીકે કામ કરી રહેલા ભીખુભાઇ દલસાણિયાના સ્થાને રત્નાકરની નિમણૂક કરાઇ છે. મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકરને પહેલાં બિહારમાં ભાજપના કેન્દ્રીય મહાસચિવ તરીકે કાર્ય કર્યું હતું. રત્નાકર કારકિર્દીની શરૂઆતથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા છે. રત્નાકરને સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તેમને કાશી અને ગોરખપુર પ્રદેશના સંગઠન સચિવ બનાવામાં આવ્યા હતા. રત્નાકરે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦, યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૧૭, લોકસભા ચૂંટણી ૨૦૧૯ અને બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૧માં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રાસરૂટ લેવલ સોંપાયું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદથી બે દાયકાથી વધુ સમય સુધી ભાજપના મહાસચિવ રહેલા દલસાણિયાના મોદીના વિશ્વાસપાત્ર મનાય છે. પરંતુ તેમને હટાવી દીધા છે. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં એક મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

Previous articleઅફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર તાલિબાનનો રોકેટ હુમલોઃ તમામ ફ્લાઇટ્‌સ રદ્દ
Next articleપાકિસ્તાનની નફ્ફટાઈઃ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવા કાયદો નક્કી કયો