ગુમાટેક મરીન દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર હોસ્પિટલને અર્પણ

447

મામસા ખાતે કાર્યરત ગુમાટેક મરીન કેમ્પની દ્વારા શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા હતા. કોન્સન્ટ્રેટરથી કલાકે ૫ લીટર શુદ્ધ ઓકસીજન ઉત્પન્ન કરી શકાય છે. અતિ જરૂરિયાતના સમયે કોરોના દર્દીઓને કોન્સન્ટ્રેટરથી ઓકસીજન આપી શકાય છે. ગુમાટેક કંપની દ્વારા ૧.૫ લાખની કિંમતનું ૧ એવા ૩ કોન્સન્ટ્રેટર ડોનેટ કરાયા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિંટેન્ડન્ટ બ્રહ્મભટ્ટને ઓકસીજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા હતા.