અમદાવાદમાં આજથી એએમટીએસ-બીઆરટીએસ બસ સેવા શરૂ થશે

901

(જી.એન.એસ)અમદાવાદ,તા.૬
અમદાવાદની છસ્‌જી-મ્ઇ્‌જી બસ સેવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ૭ જૂન સોમવારથી અમદાવાદ સિટી બસ સેવા પુનઃ શરૂ થશે. સોમવારથી છસ્‌જી, મ્ઇ્‌જી બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે. કોરોનાના કારણે છસ્‌જી, મ્ઇ્‌જી બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે. સીટી બસમાં રોજના આશરે ૪ લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા.
સીટી બસમાં રોજના આશરે ૪ લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા. ૧૮ માર્ચના દિવસે છસ્‌જી અને મ્ઇ્‌જી બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું.
ગુજરાતની એસ.ટી.બસમાં હવે મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં ૭૫ ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. ૫૦ ટકાની જગ્યાએ ૭૫ ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે ૬થી રાત્રે ૯ વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે.

Previous articleસર ટી.માં આજથી પોસ્ટ કોવિડ ઓપીડી શરૂ કરાશે
Next article૪૦ ટકા ઓક્સિજન લેવલ અને ફેફસાનું ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ છતાં ૫૩ વર્ષીય પંકજભાઈ દવેએ ૫૫ દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી