મુંબઈમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી પાણી, લોકો પરેશાન

672

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૬
દેશની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદના પગલે ફરી એક વખત પાણી પાણી થઈ રહી છે અને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે સવારથી મુંબઈમાં ફરી એક વખત ભારે વરસાદ શરુ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનુ શરુ થયુ હતુ.હાલમાં મુંબઈની લોકલ ટ્રેનની રફતાર પણ વરસાદના કારણે ધીમી પડી છે.જેથી કોઈ દુર્ઘટનાના સર્જાય .જોકે મોટા પાયે પાણી ભરાવાની ફરિયાદો હજી સામે આવી નથી.વરસાદના કારણે એક્સપ્રેસ વેસ્ટર્ન હાઈવે પર મોટા પાયે ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી.મુંબઈમાં જોકે હવામાન વિભાગે ૯ જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરી હતી પણ તે સમયે વરસાદ ગાયબ રહ્યો હતો અને હવે જ્યારે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી નહોતી એ પછી ભઆરે વરસાદ શરુ થઈ ગયો હતો. મુંબઈ શહેરમાં આજે સવારથી ૨૮ મિલિમિટર વરસાદ નોંધાયો છે.જોકે વરસાદે વચ્ચે વચ્ચે બ્રેક લીધો હોવાથી પાણી ભરાવાની સમસ્યા લાંબી ટકી નહોતી.જોકે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ થયો હોવાથી લોકોને નોકરી ધંધે પહોંચાવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની સાથે સાથે હવે સિંધુદુર્ગ, રત્નાગિરિમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે.

Previous articleભારતમાં આપત્તિજનક કન્ટેન્ટ માટે ટિ્‌વટરને જવાબદાર ઠેરવી શકાશે
Next articleકોવેક્સિનમાં વાછરડાના સીરમનો ઉપયોગ પર કેન્દ્ર-કંપનીની સ્પષ્ટતા