કોરોનાના કેસોમાં બીજા દિવસે ઉછાળો, ૨૪ કલાકમાં ૬૭,૨૦૮ નવા કેસ

202

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો ત્યારે પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસમાં અગાઉના દૈનિક કેસ કરતા ૫૦૦૦ જેટલો વધારો નોંધાયો છે. જોકે, મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે કોરોનાના સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસનો આંકડો ૭૧ દિવસ પહેલા જેટલો નીચો હતો ત્યાં પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના નવા દૈનિક ૬૭,૨૦૮ કેસ નોંધાયા છે અને ૨,૩૩૦ દર્દીઓના મોત થયા છે. આ પહેલા બુધવારે રજૂ કરાયેલા આંકડામાં ૬૨,૨૨૪ નવા કેસ નોંધાયા હતા અને ૨૫૪૨ દર્દીઓના જીવ ગયા હતા.ભારતમાં કોરોનાના સતત સાજા થતા દર્દીઓની સંખ્યા નવા કેસની સામે મોટી રહેવાથી એક્ટિવ કેસ પાછલા ૭૧ દિવસના સૌથી ઓછા કેસ થઈ ગયા છે. આજે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે હવે દેશમાં ૮,૨૬,૭૪૦ એક્ટિવ કેસ છે.
દેશમાં ૨૪ કલાકમાં ૧,૦૩,૫૭૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પોણા ત્રણ કરોડને પાર કરીને ૨,૮૪,૯૧,૬૭૦ પર પહોંચી ગઈ છે. આ સિવાય દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૯૭,૦૦,૩૧૩ સાથે ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. એક દિવસમાં વધુ ૨૩૩૦ દર્દીઓના કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક ૩,૮૧,૯૦૩ પર પહોંચી ગયો છે.ભારતમાં ૧૬ જાન્યુઆરીના રોજ રસી અભિયાન ચાલુ થયું હતું અને હવે તેને ધીમે-ધીમે વધુ વેગ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આવામાં અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની રસીના કુલ ૨૬,૫૫,૧૯,૨૫૧ ડોઝ આપવામાં આવ્યા છે.
ૈંઝ્રસ્ઇ મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૬ જૂન સુધીમાં કુલ ૩૮,૫૨,૩૮,૨૨૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૯,૩૧,૨૪૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.

Previous articleનેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા
Next articleભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે