ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ૩૦૦૦ વ્યક્તિએ યોગ કર્યા

683

(સં સ.સે.) ન્યૂયોર્ક,તા.૨૧
દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ૬ વર્ષ પહેલા વડાપ્રધાન મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ જૂનને આંતરરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી. જોતજોતામાં દુનિયાના તમામ દેશ આ અભિયાનમાં સામેલ થઈ ગયા. ન્યૂયોર્કમાં ક્રેઝ જોવા મળ્યો. ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે યોગ દિવસ પર અનેક ઇવેન્ટ્‌સનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ્‌સમાં ૩૦૦૦ લોકો સામેલ થયા. કોરોના મહામારીની વચ્ચે પોતાને ફિટ રાખવા માટે લોકો બહાર આવ્યા અને સાર્વજનિક રીતે યોગ કર્યો. આ વખતે યોગ દિવસની થીમ કોરોનાથી બચાવ છે. વડાપ્રધાન મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કહ્યું કે, કોરોના કાળમાં યોગ આશાનું કિરણ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૧ની થીમ સ્વાસ્થ્ય માટે યોગ રાખી છે. કોરોનાના કારણે હાલમાં આપણું સ્વાસ્થ્ય સૌથી વધુ ખતરામાં છે. તેથી આ વર્ષે પણ ઘરે રહીને જ યોગના અભ્યાસથી સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પ્રતિ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયે એક જિંગલ પ્રતિયોગિતા આયોજિત કરી છે. જેનું ઈનામ ૨૫ હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે.

Previous articleસોપોરમાં સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીે ઠાર મરાયા
Next articleકોરોના મહામારી દરમિયાન યોગ આશાનું કિરણ : વડાપ્રધાન મોદી