આતંકી હાફિઝ સઈદના ઘર પાસે મોટો વિસ્ફોટઃ ૨ લોકોના મોત, અનેક ઘાયલ

171

(જી.એન.એસ.)લાહોર,તા.૨૩
પાકિસ્તાનના લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં વિસ્ફોટ થયો હતો. જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર તે છે જ્યા કુખ્યાત આતંકી હાફિઝ સઇદ રહેતો હતો. રેસક્યૂ ટીમ સાથે પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ ઘટનાસ્થળે પહોચી ગઇ છે.આ વિસ્તારમાં હાફિઝ સઇદનું ઘર છે, અત્યારે એજન્સી આ વાતની પૃષ્ટી કરી રહી છે કે વિસ્ફોટ હાફિઝ સઇદના ઘરના નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઇદ જેલમાં બંધ છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના ઘર અને બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. એક બિલ્ડિંગને નુકસાન થયુ હતું અને વિસ્ફોટ સ્થળ પર કેટલીક ગાડીઓને પણ નુકસાન થયુ છે. બચાવ અધિકારીઓનું કહેવુ છે કે ૧૭ લોકો ઘાયલ થયા છે અને પ્રાઇવેટ કાર અને ઓટો-રીક્ષામાં ઘાયલોને જિન્ના હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે એક અજાણ્યા વ્યક્તિએ ઘર પાસે એક મોટરસાઇકલ ઉભી કરી હતી જેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે આગળની તપાસ માટે વિસ્તારને ઘેરી લીધો છે. જ્યારે વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે વિસ્ફોટ જે વિસ્તારમાં થયો છે ત્યા ઘણી ભીડ રહે છે.ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી સરદાર ઉસ્માન બુજદારે વિસ્ફોટનો રિપોર્ટ માંગ્યો છે. ટિ્‌વટર પર પંજાબ સરકારે જાહેરાત કરી કે સીએમે ઘટનાના તાત્કાલિક આદેશ આપ્યા છે, ઘાયલોને સારવાર માટે જિન્ના હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
આ વચ્ચે એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યુ છે, આ ફૂટેજમાં રસ્તાની અંદરથી બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે રસ્તા નીચેથી ગેસ પાઇપલાઇન ગઇ હતી. જોકે, હજુ કન્ફોર્મ નથી કે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો છે કે પછી બીજી કોઇ અન્ય જગ્યાએ વિસ્ફોટ થયો છે.