દેશમાં કોરોના લહેરને બ્રેક, ૨૪ કલાકમાં નોંધાયા ૪૮,૬૯૮ કેસ

274

દેશમાં ૮૬ દિવસ બાદ કોરોનાના સક્રિય કેસ ઘટીને છ લાખની નીચે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૬
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે નબળી પડતી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૮૬૯૮ નવા સંક્રમિત સામે આવ્યા છે. આ દરમ્યાન ૧૧૮૩ દર્દીઓના મોત પણ થયા છે. સારી વાત એ છે કે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૬૪૮૧૮ દર્દી કોરોનાથી સાજા થયા. પરિણામ એ આવ્યું કે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬ લાખથી પણ ઓછી થઇ ગઇ. અત્યારે દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ૫.૯૫ લાખની નજીક પહોંચી ગઇ છે. સ્વાસ્થય મંત્રાલયની વાત કરીએ તો છેલ્લાં ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૭૩૦૩નો ઘટાડો થયો છે. આ કારણોસર રિકવરી રેટમાં સુધારો થયો છે જે હવે વધીને ૯૬.૭૨ ટકા પહોંચી ગયો છે.જો કે ૫ રાજ્યો એવા પણ છે જ્યાંથી હજુ પણ થોડાંક ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ અહીં પણ હવે સંક્રમણ ઓછું થઇ રહ્યું છે. છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૧૫૪૬ નવા કેસ કેરળમાં સામે આવ્યા. બીજા નંબર પર મહારાષ્ટ્ર જ્યાં ૯૬૦૪ દર્દી આવ્યા. ત્રીજા નંબર પર તમિલનાડુ (૫૭૫૫), ચોથા નંબર પર આંધ્રપ્રદેશ (૪૪૫૮) અને કર્ણાટક (૩૩૧૦) પાંચમા નંબર પર છે. તો કોરોનાના લીધે સૌથી વધુ ૫૧૧ મોત મહારાષ્ટ્રમાં અને પછી ૧૭૦ મોત તમિલનાડુમાં થયા છે.કોરોના સંક્રમણની ધીમી પડેલી રફતારની વચ્ચે વેક્સીનેશનની રફતારમાં તેજી આવી છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના દેશભરમાં કોરોના રસીના ૬૧.૧૯ લાખ ડોઝ લગાવ્યા. અત્યાર સુધીમાં ૩૧.૫૦ કરોડથી વધુ લોકો એવા છે જેમને વેક્સીનનો કમ સે કમ એક ડોઝ અપાઇ ગયો છે.સંક્રમણની રફતાર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ સારી વાત એ છેકે ટેસ્ટિંગની રફતાર ધીમી પડી નથી. આઇસીએમઆરે કહ્યું કે છેલ્લાં ૨૪ કલાકમાં ૧૭.૪૫ લાખથી વધુ સેમ્પલની તપાસ કરાઇ. અત્યાર સુધીમાં કુલ ૪૦.૧૮ કરોડથી વધુ સેમ્પલની તપાસ થઇ ચૂકી છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૧૧,૫૪૬ કેસ કર્ણાટકમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૯,૬૦૪, તાલિમનાડુમાં ૫,૭૫૫, આંધ્ર પ્રદેશમાં ૪,૪૫૮ કે નોંધાયા છે. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૫૧૧ લોકોનાં મોત થયા છે. તામિલનાડુમાં ૧૫૦, કર્ણાટકમાં ૧૧૪, કેરળમાં ૧૧૮ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.

Previous article૧૦૦ વર્ષને ધ્યાનમાં રાખીને અયોધ્યાના વિકાસનું માળખું
Next articleકોરોનાના ૪૦ કરોડ ટેસ્ટ સાથે ભારતે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો