ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર નારી નજીક રોડનું ધોવાણ, પુલ પાસે રોડપર મોટો ખાડો પડ્યો

524

કોઈ ગંભીર અકસ્માત સર્જાય એ પહેલાં આ રોડની મરમ્મત કરવા લોકોની રજૂઆત
ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર નારી ગામ નજીક પુલ પાસે રોડ પાસેનો એક મોટો હિસ્સો વરસાદને પગલે ઘસી પડતાં વાહન-વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. આ રોડના સમારકામની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી છે ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાયએ પહેલાં આ રોડની મરમ્મત કરવા લોકો રજૂઆત કરી રહ્યાં છે.ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ-ભાવનગર-વટામણ હાઈવે નવ નિર્માણની કામગીરી છેલ્લા ઘણા સમયથી તદ્દન મંદ ગતિએ ચાલી રહી છે. આ રોડ ચોમાસામાં જ નહીં પરંતુ બારેમાસ બિસ્માર હાલતમાં હોય છે.
૮૫ કિલોમીટરનું અંતર કાપતાં વાહન ચાલકોને અઢીથી ત્રણ કલાક જેવો સમય લાગે છે ત્યારે ભાવનગરથી તદ્દન નજીક અંતરે આવેલા નારી ગામના પાદરમાં પુલ પાસે રોડ અત્યંત જજૅરીત હાલતમા છે અને ગઈ કાલે રાત્રે પડેલા વરસાદને પગલે આ રોડનો કેટલોક ભાગ ઘસી પડતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.ગત મોડીરાત્રે આ રોડ ઘસી પડ્યાં બાદ કેટલાક જાગૃત રાહદારીઓ-વાહન ચાલકોએ ધસી પડેલ ભાગને કોડૅન કરી બંને તરફ પથ્થરો બાવળના ઝરડા મૂકી વાહન ચાલકોને સાવધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વહેલી સવારે આ માર્ગ પર ટ્રાફિક વધતાં ખરી સમસ્યા શરૂ થઈ હતી. રોડનો વધુને વધુ ભાગ બેસવા લાગતાં તમામ ટ્રાફિક એક સાઈડ ડાઇવટૅ કરવામાં આવ્યો છે અને પોલીસ ને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાઈવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ટ્રાફિક જામ છેક નારી ચોકડી સુધી પહોંચ્યો છે.

Previous articleગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Next articleમોડી રાત્રે શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ