ભુતીયા ગામે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

895

૧ સગીર સહિત ૩ લૂંટારૂઓને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીઓએ પાંચ ભાવનગર ના તથા બે બોટાદ જિલ્લામાં આચરેલ ગુનાની કબૂલાત આપી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામે એક વૃધ્ધા પર ત્રણ શખ્સોએ દોઢ મહિના પહેલાં હુમલો કરી કાનમાં પહેરેલ સોનાના પોખાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં જે અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ આધારે ભાવનગર એલસીબી ની ટીમે જામનગરની એક ગેંગને ઝડપી લીધી હતી જેમાં એક સગીર વયનો આરોપી પણ સામેલ છે એ સાથે ભુતીયા ગામની લૂંટ તથા અન્ય છ ગુના મળી કુલ સાત ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરી એથી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા, ૧,૬,૨૦૨૧ ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભુતીયા ગામે રહેતા ખેડૂત મનુભાઈ માંડવીયા પરિવાર સાથે વાડીએ ગયાં હોય અને બપોરના સમયે તેનાં પત્ની લક્ષ્મીબેન ઘરે એકલાં હોય એ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સોએ વૃધ્ધા ની એકલતાનો ગેરલાભ ઉઠાવી ઘરમાં પ્રવેશી વૃધ્ધા ના માથામાં કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરતા વૃધ્ધા બેહોશ થઈ જતાં લૂંટારૂઓએ વૃધ્ધા ના કાનમાં પહેરેલ સોનાની પોખ કિંમત રૂ,૫૦,૦૦૦/-ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં આ બનાવની જાણ પરીવાર ને થતાં પરિજનોએ ઘવાયેલ વૃધ્ધા ને સારવાર અર્થે પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત ના પુત્ર એ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ કેસ સોલ્વ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના આપતાં અલગ અલગ પોલીસ મથકના ૬૦ જેટલાં પોલીસ જવાનોને કામે લગાડવામાં આવ્યાં હતાં. એ સાથે ટૅકનિકલ બાબતોના પાસાઓ પણ બારીકાઈથી તપાસવા માં આવતા એલસીબી ની ટીમને એક મહત્વપૂર્ણ કડી હાથ લાગી હતી અને જેમાં સોનગઢ-પાલિતાણા ચોકડી પાસેથી ભરત ઉર્ફે બોડીયો ગંભીર પરમાર ઉ.વ.૨૧ રે. મૂળ સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ એસ.ટી ડેપો પાસે જામનગર હાલ મેઢા ગામ તા,પાલિતાણા તથા તેનો સગરીત રણજી ઉર્ફે બોડીયો ઉવ.૨૮ રે.શક્તિનગર પાલિતાણા તથા એક સગીરને ઝડપી આગવી ઢબે પુછપરછ હાથ ધરતા ત્રણેય આરોપીઓએ ભુતીયા ગામે થયેલ લૂંટ તથા ભાવનગર જિલ્લા ના જેસર,ગારિયાધાર, સિહોર, પાલિતાણા સહિત બોટાદ જિલ્લા ના પાળીયાદ પોલીસ મથક હેઠળ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપતાં પોલીસે કુલ ૭ અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી લૂંટ મા ગયેલ મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.