મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો ગણવેશ વિતરણનો રાજય સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આંગણવાડીમાં આવતા બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે તે તમામ લાભાર્થીઓ સુધી મળી રહે અને સરકારનો કુપોષણ દુર કરવાનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નારાયણ સિંઘ સાંદુ, બોટાદ નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક્ અમિત જોષી, બોટાદ પ્રોગ્રામ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવુતિ ચેરમેન તથા અન્ય ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















