જેસરના છાપરીયાળી ગામ પાસેથી દેશી “કટ્ટા” સાથે “ઢુઢીયો” ઝડપાયો

274

સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરીયાળી ગામની ચોકડી પાસેથી દેશી બનાવટના તમંચા સાથે ઉગલવાણ ગામનાં શખ્સની એસઓજી ની ટીમે ધડપકડ કરી હતી.આગામી દિવસોમાં આવી રહેલ રથયાત્રા તથા ધાર્મિક તહેવારો-પર્વો અન્વયે ભાવનગર શહેર- જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન પેટ્રોલીંગ હાથ ધરી કોમ્બિંગ સાથે દેશી-વિદેશી શરાબનો વેપલો જુગાર, નાર્કોટિક્સ દ્રવ્યો કેફી-માદક પદાર્થો ની હેરાફેરી વેચાણ સાથે વિના પાસ પરમિટે ઘાતક હથિયારો રાખવા સહિતની બદ્દીઓને નેસ્ત-નાબૂદ કરવા માટે ૨૪ કલાક કામગીરી કરી રહી છે. જેમાં પોલીસનાં કાર્યો-મિશન માં બાતમીદારો પણ મહત્વપૂર્ણ ભૂમિકા સાથે ઘનિષ્ઠ સહયોગ આપી રહ્યાં છે ત્યારે આવાં જ એક બાતમીદારે એસઓજી ની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી આપી હતી કે જેસર તાલુકાના છાપરીયાળી ગામની ચોકડી પાસે એક શખ્સ પરવાના વિના તમંચા જેવાં હથિયાર સાથે ફરી રહ્યો છે જે હકીકત આધારે ર્જીંય્ ની ટીમે છાપરીયાળી ગામની ચોકડી પાસે પહોંચી બાતમીદારે વર્ણન આપેલ શખ્સને ઉઠાવી અંગ ઝડતી સાથે નામ સરનામું સહિતની વિગતો પુછતાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ગુલાબ ઉર્ફે ઢુઢીયો હુસેન જમાલ લાડુક ઉ.વ. ૨૭ રે.ઉગલવાણ ગામ તા,જેસર જિ,ભાવનગર વાળો હોવાનું જણાવેલ આ શખ્સના કબ્જા તળેથી દેશી બનાવટ નો તમંચો (દેશી કટ્ટો) મળી આવતાં પોલીસે હથિયાર નું લાઈસન્સ સહિતના દસ્તાવેજો માંગતા શખ્સ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો આથી ર્જીંય્ ની ટીમે ગુલાબ ઉર્ફે ઢુઢીયાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગર શહેરમાં એક જ દિવસમાં બે હત્યા
Next articleભાવનગરમાં ૩૬મી રથયાત્રાને લઈ રથયાત્રા સમિતિ સાથે તંત્રની મિટિંગ યોજાઈ