પોલીસ જવાનોને રથયાત્રાના બંદોબસ્તની સ્કીમ સમજાવતા એસ.પી. જયપાલસિંહ

298

ભાવનગરમાં આગામી તા.૧૨ને સોમવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે રથયાત્રા નિકળી ન હતી. આ વર્ષે પણ શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે રથયાત્રા દરમિયાન સવારે ૭ થી બપોર સુધી સમગ્ર રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. રથયાત્રામાં કોઇને જોડાવાની મંજુરી આપવામાં આવી નથી. આ વર્ષે પણ રથયાત્રાના બંદોબસ્ત માટે મસમોટો પોલીસ કાફલો ભાવનગર બોલાવવામાં આવ્યો છે જેમાં ભાવનગર ઉપરાંત રાજકોટ અને જુનાગઢથી વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે તેમાં આ વખતે રથયાત્રાના બંદોબસ્તમાં ૧૬ ડિવાયએસપી, ૪૪ પીઆઇ, ૧૧૧ પીઅએસઆઇ, ૧૬૦૦ પોલીસ કોન્સ્ટેબલ,૧૭૦૦ હોમગાર્ડ જવાનો, ૧૪ ઘોડે સવાર પોલીસ તેમજ ૫ એસઆરપીની ટુકડીઓ સહીત બંદોબસ્તમાં જોડાશે. આ વખતે શહેરમાં કર્ફ્યુના માહોલ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય કોઇ વ્યક્તિ રથ સુધી પહોંચે નહીં તે અંગેની તકેદારી રાખવા સહીત સમગ્ર રથયાત્રાના રૂટ પર કેવી રીતે બંદોબસ્ત જાળવવો તે અંગેની સ્કીમ આજે ભાવનગર એસ.પી. જયપાલસિંહ રાઠૌરે બંદોબસ્તમાં આવેલા તમામ જવાનોને સમજાવી હતી.

Previous articleમસમોટો વાહનોનો કાફલો બંદોબસ્તમાં જોડાશ
Next articleભાવનગરમાં ૧૭.૫ કિલોમીટરની રથયાત્રા ૫ કલાકમાં પૂર્ણ કરાશે, બપોરે એક વાગ્યા સુધીમાં રથ પુનઃ મંદિરે પરત ફરશે