નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પાંચમી વખત વડાપ્રધાન બન્યા

292

(જી.એન.એસ)કાઠમાંડૂ,તા.૧૩
નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા મંગળવારે પાંચમી વખત દેશના વડા પ્રધાન બન્યા. એક સમાચાર મુજબ, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને બંધારણની કલમ ૭૬ (૫) હેઠળ વડા પ્રધાન બનાવ્યા. આ પાંચમી વખત છે જ્યારે દેઉબા (૭૪) નેપાળના વડા પ્રધાન તરીકે સત્તામાં પરત ફર્યા છે. શેર બહાદુર દેઉબાની નિમણૂક સુપ્રીમ કોર્ટે સોમવારે આપેલા નિર્ણયની અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે કે.પી.શર્મા ઓલીને હટાવતાં વડા પ્રધાન પદ માટેના દેઉબાના દાવા પર મહોર લગાવી હતી.સુપ્રીમ કોર્ટે સોમવારે વડા પ્રધાન ઓલીના ૨૧ મેના પ્રતિનિધિ સભાને વિસર્જન કરવાના નિર્ણયને પલટાવ્યો હતો અને દેઉબાને વડા પ્રધાન બનાવવાનો આદેશ આપ્યો હતો. સમાચાર મુજબ રાષ્ટ્રપતિ કાર્યાલયે દેઉબાને તેમની નિમણૂક અંગે માહિતી આપી હતી, હાલમાં શપથ ગ્રહણ ક્યારે થશે તે સ્પષ્ટ નથી, કેમ કે તેની તૈયારી ચાલી રહી છે. બંધારણીય જોગવાઈ હેઠળ પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ દેઉબાએ ૩૦ દિવસની અંદર ગૃહમાં વિશ્વાસનો મત મેળવવો પડશે.આ પહેલા દેઉબા ચાર વખત વડા પ્રધાન રહી ચૂક્યા છે. તો બીજી તરફ, નેપાળના વિપક્ષી ગઠબંધને સોમવારે નિર્ણય લીધો કે તે દેઉબાના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવા તરફ કામ કરશે. સોમવારે બપોરે યોજાયેલી ગઠબંધનની બેઠકમાં મંગળવારે નાના મંત્રીમંડળની રચના તરફ કામ કરવાનું નક્કી કરાયું હતું. ગઠબંધન નેતાઓ અનુસાર, બેઠકમાં ગઠહંધનને વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગઠબંધનમાં નેપાળી કોંગ્રેસ, સીપીએન (માઓવાદી સેન્ટર), ઝ્રઁદ્ગ-ેંસ્ન્ માધવકુમાર નેપાળ-ઝાલાનાથ ખનાલ જૂથ, જનતા સમાજવાદી પાર્ટીના ઉપેન્દ્ર યાદવ જૂથ અને રાષ્ટ્રીય જન મોરચાનો સમાવેશ થાય છે.