સૂવાની બાબતે યુવકે આધેડને માર-મારતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું

488

(જી.એન.એસ)સુરત,તા.૧૩
લિંબાયત રાવ નગરમાં આધેડ પર થયેલા હુમલા બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘર બહાર સૂવાની જગ્યા પર બેસેલા યુવાનને ઉભો કરવા બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડા બાદ મારા મારી થઈ હતી. જેથી યુવાને આધેડને વાંસના બામ્બુથી પાસળીના ભાગે ફટકા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. ૫ દીકરી અને એક દીકરાના પિતાના શંકાસ્પદ મોત બાદ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. જાવેદ ખાન (મરનારનો સાળા)એ જણાવ્યું હતું કે, મોતને ભેટેલા ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમ શેખ (ઉ.વ. ૪૦ (રહે. રાવનગર, લિંબાયત) કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતા હતાં. ગત ગુરૂવારના રોજ રાત્રે ૧૦ઃ૩૦ વાગે ઘર બહાર ઇસ્માઇલ ભાઈની સૂવાની જગ્યા ઉપર એક ઈસમ નામે વસીમ બેઠો હતો. વસીમને ઉભા થઈ જવાનું કહેવાતા ઉશ્કેરાયેલા વસીમએ આધેડ ઇસ્માઇલભાઈ પર વાંસના બામ્બુ વડે હુમલો કરી પાસળીના ભાગે માર માર્યો હતો. ઘટનાની જાણ બાદ ૫ દીકરીઓ સહિત આખું પરિવાર અને મોહલાવાસીઓ દોડી આવ્યા હતાં. મધ્યસ્થી કરી વાતાવરણ થાળે પાડયું હતું. બીજા દિવસે સવારે અચાનક ઇસ્માઇલ ભાઈની તબિયત લથડતા અને પેશાબ અટકી જતા તાત્કાલિક તેમને ૧૦૮માં સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં તમામ પ્રકારની તપાસ કર્યા બાદ ઇસ્માઇલ ભાઈ ને ઓપરેશનમાં લેવાની કામગીરી કરાઈ હતી.પેશાબની નળી ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરી ડોક્ટરોએ તેમને ૈંઝ્રેં માં દાખલ કર્યા હતાં. આજે સવારે લગભગ ૧૦ઃ૩૦ વાગ્યે સારવાર દરમિયાન ઇસ્માઇલભાઈએ છેલ્લા શ્વાસ લેતા પોલીસે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરી છે.

Previous articleક્રિસ ગેઈલ ટી-૨૦માં ૧૪,૦૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બન્યો
Next articleપાંડેસરામાં જય અંબે જ્વેલર્સમાં તસ્કરો કટ્ટો-રિવોલ્વર લઇ ત્રાટક્યાઃ લૂંટનો પ્રયાસ નિષ્ફળ