વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત ઇંગ્લેન્ડ સામે જાણીજોઈને હાર્યું હતુ

162

(જી.એન.એસ)લંડન,તા.૧૫
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે ૨૦૧૯ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન બેટ્‌સમેનનાં વલણ પર પોતાના પુસ્તકમાં કરેલા નિવેદનથી સમ્રગ ક્રિકેટજગતમાં તોફાન મચાવી દીધું છે. આ પુસ્તક ૧૪ નવેમ્બર, ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ બોલર સિકંદર બખ્તએ દાવો કર્યા હતો, સ્ટૉક્સે પોતાના પુસ્તકમાં લખ્યું, ભારતીય ટીમ જાણીજોઈને ઇંગ્લેન્ડ સામે હારી ગઈ, જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઇ જાય. બેન સ્ટોક્સે પોતાના પુસ્તક ’ઓન ફાયર’માં વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇંગ્લેન્ડ અને ભારત સામે રમાયેલી મેચનો ઉલ્લેખ કરેલો. તેણે કહ્યું હતું કે ’ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાને ૧૧ ઓવરમાં ૧૧૨ રનની જરૂરત હતી અને એ સમયે ભારતીય ટીમને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, પરંતુ ધોની અને કેદાર જાધવે અજીબ રીતે બેટિંગ કરી હતી. સ્ટૉકસ મુજબ, એ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીત મેળવવાનો જુસ્સો જ નહોતો બતાવ્યો. એટલું જ નહીં, તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાર્ટનરશિપ પર પણ સવાલો કર્યા હતા, જોકે બેન સ્ટૉક્સે પછી આ દાવો નકારી દીધો હતો. વર્લ્ડ કપ ૨૦૧૯ના ૩૮મી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે ૩૩૮ રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ ખરાબ પ્રદર્શનને કારણે ૫ વિકેટ પર ૩૦૬ રન જ બનાવી શકેલી. ભારતની આ હાર જોઇને ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ હતી. ધોની અને જાધવ નોટઆઉટ રહ્યા હતા. બંનેની બેટિંગ નિરાશાજનક રહી અને ભારતને લક્ષ્ય સુધી પહોંચાડી નહોતા શક્યા. જોકે આ હારના લીધે પાકિસ્તાન વર્લ્ડ કપની બહાર ફેંકાઇ ગયું હતું.