અભિનેતા રઘુવીર યાદવ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ખાધા ખોરાકીના પૈસા મળતા નથી

589

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૬
અભિનેતા રઘુવીર યાદવ એક એવુ નામ જેણે અલગ ફિલ્મો કરી પ્રશંસકોનું દિલ જીત્યુ હતુ. હવે અભિનેતા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઇને ચર્ચામાં છે. ખરેખર, અભિનેતાના છૂટાછેડાનો મામલો ખુબ બગડ્યો છે. અભિનેતાની પત્નીએ તાજેતરમાં કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. રઘુવીર યાદવ અને તેની પત્ની પૂર્ણિમા ખરગા ઘણા સમયથી અલગ રહે છે. હવે તાજેતરમાં પૂર્ણિમાએ કહ્યું હતું, તેને ખાધા ખોરાકીના પૈસા મળતા નથી. રઘુવીર યાદવે આ અંગે મૌન તોડ્યુ અને કહ્યું, પૂર્ણિમા વધુ પૈસાની માંગ કરે છે પૂર્ણિમા કહે છે કે રઘુવીર તેમને પૈસા આપવા માંગતા નથી, આ માટે તેઓ તેમને પજવણી કરે છે. તેમના મતે રઘુવીર ઇરાદાપૂર્વક આ બધું કરી રહ્યો છે. પૂર્ણિમાએ કહ્યું છે કે તે સમયસર ઘરનું ભાડુ પણ ચૂકવી શકતી નથી. આ એકદમ શરમજનક છે. પૂર્ણિમા કહે છે, ‘ગયા વર્ષે, એક સમય એવો આવ્યો કે જ્યારે મને પાંચ મહિનાથી ખાધા ખોરાકીના પૈસા મળ્યા નથી. આ વિલંબને કારણે હું યારી રોડ પરના મકાનનું ભાડુ સમયસર ચૂકવી શકતી નથી અને મારે ઘણું ખરાબ સાંભળવું પડ્યું. હું લોન લઇને મારૂ ગુજરાન ચલાવુ છુ. મારે મારું સોનું ગીરવે રાખવુ પડ્યુ છે. આ વર્ષે પણ હું ચાર મહિના ભાડુ ન ચુકવી શકી મને કોર્ટમાં તારીખ પહેલાંના બે મહિના પહેલા ૮૦ હજાર આપવામાં આવ્યા હતા. રઘુવીર યાદવની વકીલ શાલિની દેવી કહે છે, ‘પૂર્ણિમા ઘણા પૈસા માંગે છે. આ જ કારણ છે કે ઘણા વર્ષોથી આ કેસ ચાલી રહ્યો છે. રઘુબીર ૭૧ વર્ષના છે અને પૂર્ણિમાએ આ સમજવું જોઈએ. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્ણિમાએ તેના પતિ વિશે કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમના કહેવા પ્રમાણે, રઘુવીરનો અભિનેત્રી નંદિતા દાસ સાથે અફેર રહ્યો છે અને હાલમાં તે અભિનેતા સંજય મિશ્રાની પત્ની રોશની આચાર્ય સાથે રહે છે.