કૌન બનેગા કરોડપતિની ૧૩મી સીઝનનું મેકર્સ શોર્ટ ફિલ્મ દ્વારા પ્રમોશન કરશે

143

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
પોપ્યુલર ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’નો પ્રોમો શોર્ટ ફિલ્મમાં જોઈ શકશે. ફિલ્મ મેકર નિતેશ તિવારી આ શોના રાઈટર અને ડિરેક્ટર છે, તેઓ પ્રથમવાર એક લોંગ ફોર્મેટમાં શોર્ટ ફિલ્મ દેખાડશે. ચાહકો આ શોર્ટ ફિલ્મ ત્રણ પાર્ટમાં જોઈ શકશે. શોર્ટ ફિલ્મનું ટાઈટલ સમ્માન હશે. શોના મેકર્સ આ શોર્ટ ફિલ્મ પોતાના સો.મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોટ કરશે. દર વર્ષે મેકર્સ શોના પ્રમોશન માટે એક પ્રોમો બનાવતા હતા, પરંતુ આ વખતે ત્રણ પાર્ટમાં વહેચેલી શોર્ટ ફિલ્મ દ્વારા પબ્લિસિટી કરશે. ફિલ્મનું શૂટિંગ બેરછા જેવા ઓરિજિનલ ગામમાં કર્યું છે મધ્ય પ્રદેશના બેરછામાં શૂટ કરેલી આ શોર્ટ ફિલ્મમાં એક્ટર ઓમકાર દાસ માનિકપુરી લીડ રોલમાં છે, તેઓ નાટકો અને ફિલ્મમાં પોતાના કામ માટે જાણીતા છે. સ્ટોરીમાં વિશ્વસનીયતા લાવવા માટે લોકલ ટેલેન્ટને મોકો આપ્યો છે, તેનાથી આ ફિલ્મ વધારે દિલચસ્પ બનશે. બેરછા ગામમાં શૂટિંગના વિચાર પરથી કહી શકાય કે, કેબીસી દેશના ખૂણે-ખૂણે વસેલા લોકોને જોડે છે. આ ફિલ્મ એક વિશેષ સ્થિતિ સાથે શરૂ થાય છે, તેમાં પોતાના જેવા લાગતા કેરેક્ટર, સ્ટોરી અને હાસ્ય, ખૂબ અલગ રીતે દર્શકો સામે રજૂ કરવામાં આવશે કોરોનાને લીધે શોના ફોર્મેટમાં કોઈ ફેરફાર નહીં થાય ‘કૌન બનેગા કરોડપતિ’ ટૂંક સમયમાં પોતાની ૧૩મી સીઝન સાથે કમબેક કરશે. એકવાર ફરીથી આ શોને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. શો ઓગસ્ટ મહિનામાં ટેલીકાસ્ટ થશે. શોના ફોર્મેટની વાત કરીએ તો ગયા સીઝનની સરખામણીએ આ સીઝનમાં વધારે ફેરફાર કર્યા નથી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શોમાં ઓડિયન્સ નહીં હોય. આ સીઝનમાં પણ ઓડિયન્સ પોલની જગ્યાએ વીડિયો એ ફ્રેન્ડ લાઈફલાઈનનો ઉપયોગ કરવામાં આવશે. કન્ટેસ્ટન્ટ ૧૫ પ્રશ્નોનો જવાબ આપ્યા પછી ૭ કરોડની ધન રાશિ જીતી શકશે. ‘કૌન બનેગા કરોડપતિ’ શો ૨૦ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૦૦માં લોન્ચ થયો હતો. આ શોએ ઘણા ઓછા સમયમાં દર્શકો સાથે કનેક્શન બનાવી લીધા. ત્રીજી સીઝન ઉપરાંત દરેક સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. શોની ટીઆરપી પણ હંમેશાં ટોપ રહી છે.