ઇન્ડીયાએ ડરહમમાં પ્રેકટીશ સેશન શરૂ કરી, બીસીસીઈએ તસ્વીરો શેર કરી

526

(જી.એન.એસ)લંડન,તા.૧૭
આગામી ઓગષ્ટ ના પ્રથમ સપ્તાહ થી ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનારા છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીને લઇને તૈયારીઓનો પ્રારંભ કરી દેવાયો છે. ત્રણ સપ્તાહની રજાઓ ગાળ્યા બાદ ટીમ હવે ગ્રાઉન્ડ પ્રેકટીશમાં લાગી ચુકી છે. આ માટે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ રજાઓ પરથી પરત ફરીને હવે તૈયારીઓ શરુ કરી છે. જેની તસ્વીરો હવે સો.મીડિયા પર સામે આવવા લાગી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ બાદ ભારતીય ટીમના ખેલાડીઓને બાયોબબલથી મુક્તી આપવામાં આવી હતી. ખેલાડીઓએ ત્રણ સપ્તાહ દરમ્યાન ઇંગ્લેન્ડમાં રજાઓનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. કેટલાક ખેલાડીઓએ ફુટબોલ અને ટેનિસ મેચો જોવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો. જોકે હવે ભારતીય ટીમ ડરહમ પહોંચી ચુકી છે. જ્યાં પ્રેકટીસ સેશન શરુ થઇ ચુક્યુ છે. પ્રેકટીસ સેશનની શરુઆત ની તસ્વીર બીસીસીઆઈએ શેર કરી હતી. બીસીસીઆઈએ શેર કરેલી પ્રેકટીસ સેશન દરમ્યાનની તસ્વીરમાં ખેલાડીઓ મેદાનમાં ચક્કર લગાવી રહ્યા છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના ખેલાડીઓ નજર આવી રહ્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ સો.મીડિયા દ્વારા કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં તે અને સાથી ખેલાડીઓ જોઇ શકાય છે. તેઓ પ્રેકટીસ સેશનમાં ભાગ લઇ રહ્યા છે. તે વેળાની તસ્વીરો જાડેજાએ શેર કરી હતી. જાડેજાએ કેપ્શન લખી હતી, બીઝનેસ અવર્સ. બંને દેશો વચ્ચે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. સ્થાનિક કાઉન્ટી ઇલેવન અને ભારતીય ટીમ વચ્ચે ૨૦ જૂલાઇ થી મેચ રમાનારી છે. જે ત્રણ દિવસીય અભ્યાસ મેચ હશે. જે મેચમાં ઋષભ પંત કોરોના સંક્રમિત હોઇ ભાગ નહી લઇ શકે. સાથે જ તેના સંપર્કમાં આવેલા રિદ્ધીમાન સાહા અને રિઝર્વ અભિમન્યુ ઇશ્વરન અભ્યાસ મેચ માટે ઉપલબ્ધ નહી થઇ શકે. કેએલ રાહુલ કાઉન્ટી ઇલેવન સામેની મેચમાં વિકેટકીપરની જવાબદારી નિભાવશે.

Previous articleફિલ્મ ’બધાઈ હો’નાં સ્ટાર્સે સુરેખા સિક્રીને શ્રદ્ધાંજલિ આપી, આયુષ્માને કહ્યું, ’તમે લીજેન્ડ હતાં’
Next articleપાક પૂર્વ ક્રિકેટરના પુત્ર આઝમ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું, યુઝર્સે મજાક ઉડાવી