રાણપુર તાલુકાનું કિનારા ગામ સો ટકા રસીકરણયુક્ત ગામ બન્યુ

772

જિલ્લા વહીવટી તંત્ર અને નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અદ્રિતિય અસરકારક કામગીરી
કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની વિસ્ફોટક પરિસ્થિતિને પહોચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત બોટાદ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા ના સીધા નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ પેટા કેન્દ્રો ખાતે રસીકરણ કામગીરી માટે જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.સો ટકા રસીકરણયુક્ત ગામની સંકલ્પનાને સાકાર કરવા રાણપુર તાલુકાના કિનારા ગામ ખાતે મતદાર યાદી મુજબની સંખ્યા અને ઘરનો સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી અને યાદી મુજબ વોર્ડ વાર રસીકરણ કાર્યક્રમો માટે કિનારા ગામના સરપંચ સજનબેન રમેશભાઈ સાંકળીયા તથા આગેવાનો સાથે બેઠક કરી રસીકરણ અંગે ની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રૂબરૂ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હતા.નોડલ અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્રારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં કિનારા ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ સો ટકા રસીકરણ થકી અન્ય ગામ માટે પ્રેરણા મળે તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવતા ગામ ખાતેના રસી પાત્ર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના ૬૦૫, ૪૫ થી ૫૯ વર્ષ સુધીના ૧૫૪ તથા ૬૦ વર્ષથી વધુ વર્ષ ધરાવતા ૧૮૦ એમ આશરે કુલ ૯૪૪ પૈકી ૯૩૯ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મેળવી ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતાને સો ટકા સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી.આ કામગીરી માટે પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નોડલ અધિકારી ભટ્ટ અને તબીબી અધિકારી ર્ડા. પાર્થરાજ રાઠોડ, આયુષ તબીબી અધિકારી ર્ડા. પારુલ જમોડ તેમજ નાગનેશ આરોગ્ય કેન્દ્રના કર્મચોરીઓએ ભારે જહેમત ઉઠાવી સો ટકા રસીકરણયુક્ત ગામની સંકલ્પનાને સિદ્ધ કરી હતી…

Previous articleમંત્રી સૌરભ પટેલ વિસામણ બાપુની જગ્યાએ દર્શને પહોંચ્યા
Next articleહિંસક પ્રાણીઓના હુમલા સામે રક્ષણ આપવાની માંગ સાથે આવેદન