હિંસક પ્રાણીઓના હુમલા સામે રક્ષણ આપવાની માંગ સાથે આવેદન

697

રાણીગામમાં ગામની વચ્ચે રાત્રી દરમિયાન જંગલી વન્ય પ્રાણીઓની (સિંહ અને અન્ય પ્રાણીઓ) અવરજવર અને પશુઓના મારણના કિસ્સામાં ગામમાં સંપૂર્ણ અંધારપટ અને આના નિવારણ માટે ગ્રામપંચાયતમાંથી યોગ્ય નિવારણ ના આવતા સીતારામ સેવા ગ્રૂપ અને બીજા ગ્રામજનો સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર જેસરને આવેદન આપી આનું નિવારણ જલ્દીમાં જલ્દી આવે અને ગ્રામજનોનો ભય અને હિંસક હુમલા અને કોઈ અનિશ્ચિત બનાવ ના બને જે અમારા વિસ્તારના બીજા ગામોમાં બનેલ છે એવા એટલા માટે આવેદન દેવામાં આવ્યું હતું.વિસ્તારના આજુબાજુના ગામોમાં જે હાલના દિવસોમાં વધતા વન્ય પ્રાણીઓના હિંસક હુમલા માનવ અને પશુઓ પર અને થોડા દિવસ પહેલા જે રાણીગામમાં રાત્રી દરમિયાન ગામની વચ્ચે સિંહ દ્વારા ગાયને મારી અને ફડીખાય હતી અને આજુબાજુ ગામમાં પણ માનવ ઉપર બીજા વન્ય પ્રાણીઓના હિંસક હુમલા જોવા માળિયા છે થોડા સમયમાં તો આં માટે ગામની અંદર સંપૂર્ણ અંધારપટ વચ્ચે ગ્રામજનોમાં ભયના માહોલમાં વધારો થતો જોવા મળ્યો છે.