સિહોરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્રની ઝુંબેશ

545

ચોમાસાની સીઝન એટલે મચ્છર ઉત્પતિનો સમય અને દુષિત પાણી ભળવાથી પાણીજન્ય રોગચાળો થતો હોય છે. તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવાય અને લોકોનો હયોગ મળે તો તે આપણે અટકવી શકતા હોઇએ છીએ. આ માટે જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવીયાડ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા એપેડેમીક ઓફીસર ડો. પરવેઝભાઇ પઠાણ, હિરેનભાઇ વ્યાસની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડિતની સીધી દેખરેખ હેઠળ સિહોરના વિસ્તારો લીલાપીર, રામનાથ, રાજીવનગર, એકતા સોસાયટી, તરશીંગડા, જી.આઇ.ડી.સી. પોર્ટરની ચાલી, રામનગર, મારવાડીનગર, ભોજાવદરની કુલ ૭૩૮૬ વસ્તીને ૧૬૯૩ ઘરોની મુલાકાત લઇને ૬૪ ઘરો પોરાવાળા શોધીને તેને એક મચ્છર ચોખ્ખા પાણીમાં ૧૫૦ જેટલા ઇંડા મુકે છે. અને તેમાંથી મચ્છર બનીને કરડે તો ડેંગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયા થઇ શકે તે માટે તમામ ચોખ્ખા પાણીથી ભરેલા પાત્રોને ઢાંકીને રાખવામાં આવે પોરાવાળા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો તેવી સમજણ અપાઇ હતી. દુષિત પાણી હાલ ભળી શકે માટે ર૦ મીનીટ સુધી પાણીને ઉકાળીને ઠંડુ કરવાથી ઝાડા, ઉલ્ટી, કોલેરા, ટાઇફોઇડ, કમળો થાય નહીં તેવી સમજણ અપાઇ હતી. આ ઝુંબેશને સફળ બનાવવામાં અર્બન હેલ્થની ટીમ, આરોગ્ય કર્મચારી આશા બહેન તથા પ્રા.આ.કેન્દ્ર ટાણા,મઢડા, ઉસરડ, સોનગઢ, સણોસરાના આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરો, વિક્રમભાઇ પરમાર, રામદેવસિંહ ચુડાસમા, મિતેશભાઇ ગૌસ્વામી, રાજદિપસિંહ ગોહિલ, રાહુલભાઇ રમણા, સાજનભાઇ હાડગરડા, દિપકભાઇ નાથાણઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડિત તથા જિલ્લાના પ્રતિનિધી સવજીભાઇ દ્વારા ટાયરો ઢંકાવવા દુર કરવા અને ટીમોને ચેક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleદરિયાઇ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઇટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટનું જોડાણ
Next articleદેવળીયા ગામે ખનીજ ચોરીમાં જનતા રેડ બાદ તંત્ર દ્વારા નદીમાં માપણી કરાઇ