મુંબઈમાં ભારે વરસાદની સાથે હાઈ ટાઈડની ચેતવણી

68

દક્ષિણ ગુજરાતમાં અઠવાડિયાની મધ્યમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવો વરસાદ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૨૦
દેશમાં ચોમાસું જામી રહ્યું છે, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તોફાની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મુંબઈમાં હાઈ ટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં પણ ચાલુ અઠવાડિયાના મધ્યભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે સ્થાનિક જનજીવન પર ખરાબ અસર પડી રહી છે. ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટનાઓ પણ બની છે. મુંબઈમાં શનિવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. શનિવારે રાત્રે ૧૧ વાગ્યાથી રવિવારે સવારે ૭ વાગ્યા સુધીમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અડચણો ઉભી થઈ છે. હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. મુંબઈમાં ૩ કલાકમાં ૯૦દ્બદ્બ કરતા વધારે વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ અહીં આગાહી કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જેમાં ઘણી જગ્યાઓ પર ૧૫૦દ્બદ્બ કરતા પણ વધારે વરસાદ રેકોર્ડ થયો છે. મુંબઈમાં મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ તરફથી ૪૮ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારી શુભાંગી ભુતે મુજબ મુંબઈના ઠાણે, પાલઘર અને રાયગઢમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન પવનની ગતિ ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું અનુમાન કરાયું છે. ગુજરાતની વાત કરીએ તો ૨૧, ૨૨ અને ૨૩ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડની સાથે દાદરા નગર હવેલી અને દમણમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે, જ્યારે સુરત, ડાંગ, ભરુચ અને તાપીમાં પણ વરસાદ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ સારો વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મધ્યભાગમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે, જેના લીધે રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં ઘણી જગ્યાઓ પર તોફાની વરસાદ થયો છે. જેમાં અલવરના બહરોડમાં સૌથી વધુ ૧૯૫દ્બદ્બ વરસાદ નોંધાયો છે. જયપુરના હવામાન વિભાગે સોમવારે ૨૪ કલાકમાં રાજ્યના અલવર, ઝુંઝુનુ, કોટા, કરૌલી અને ભરતુર જિલ્લામાં ભારે વરસાદ થયો હોવાનું નોંધ્યું છે.