સલમાન ખાને બિગ બૉસ ઓટીટીનો શાનદાર પ્રોમો રિલીઝ કર્યો

514

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૨
બિગ બૉસ સીઝન ૧૫ની રાહ જોઈ રહેલા ફ્રેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીવી પર બિગ બૉસની ૧૫મી સીઝન પહેલા બિગ બૉસ ઓટીટી પર શરૂ થશે. ઈદ પર સલમાન ખાને બિગ બૉસ ઓટીટીનો પ્રથમ પ્રોમો રિલીઝ કરી ફ્રેન્સને ઈદની ગીફટ આપી હતી. બિગ બૉસના પ્રોમો રિલીઝ પર સલમાન ખાને કહ્યું, ખુબ સારી વાત છે કે, બિગ બૉસની ૧૫મી સીઝન ડિજીટલ ફર્સ્ટ હશે. ઑડિયન્સને માત્ર ભરપુર મનોરંજન મળશે. બૉલીવુડ અભિનેતા અને શો ના હૉસ્ટ સલમાન ખાને એક મજેદાર પ્રોમોમાં જોવા મળે છે. પ્રોમોમાં સલમાન ખુશ જોવા મળે છે અને કહે છે, આ વખતે બિગ બૉસનો એટલો ક્રેઝી હશે જે ટીવી પર બૈન થઈ જશે. બિગ બૉસ ઓટીટી વૂટ પર રિલીઝ કરશે. હાલમાં જ વૂટએ બિગ બૉસ ઓટીટીના પ્રીમિયર જાહેર કર્યું છે અને દર્શકોને આ શોના પ્રથમ ૬ એપિસોડ એપ દ્વારા જોવા મળશે. આ જાહેરાત બાદ ચાહકો ઉત્સાહિત દેખાયા હતા. શોના પ્રથમ પ્રોમોમાં સલમાન ખાને મસ્તીના અંદાજમાં હતો. બિગ બોસ ઓટીટી’ નો પ્રથમ પ્રોમો અહીં જુઓ આ વખતે બિગ બોસનો ક્રેઝ ઓવર ધ ટૉપ હશેકે,ટીવી પર પ્રતિંબંધ આવી શકે છે, હું ટીવી પર હોસ્ટ કરીશ વૂટમાં, શૂટમાં જેથી તે પહેલા તમે વૂટ પર જોશો.
આ શોમાં દર વખતે મોટા સેલિબ્રીટી ઉપરાંત નાના મોટા કલાકારો પણ આવતા હોય છે. પરંતુ આ વખતની સિઝનની વાત કરીએ તો કહેવાઈ રહ્યું છે કે આ સિઝન એટલે કે બિગ બૉસ ૧૫માં સેલિબ્રિટી સહીત સામાન્ય માણસો એટલે કે કોમન મેનની પણ એન્ટ્રી થશે. આ સાથે જ દર્શકોને પણ કેટલાક પાવર આપવામાં આવશે. જેમાં તેઓ તેમના પસંદ કરી શકશે કે કયા પ્રતિસ્પર્ધીને ઘરમાં રાખવો છે અને કોને નહીં.