રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા ક્રાઈમ બ્રાન્ચને ૨૫ લાખની લાંચ આપી હતી

152

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૨
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કાંડમાં ફરાર આરોપીએ સનસનીખેજ દાવો કર્યો છે. આ આરોપી યશ ઠાકુરનો આક્ષેપ છે કે, રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે ક્રાઈમ બ્રાન્ચને ૨૫ લાખ રૂપિયાની લાંચ આપી હતી. પોલીસે મારી પાસે પણ લાંચ માંગી હતી. ઠાકુરના દાવા બાદ પોલીસ પણ શંકાનાઘેરામાં આવી છે.યશ ઠાકુરનુ કહેવુ છે કે, આ મામલામાં મેં એસીપીને પણ ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ રાજ કુન્દ્રા પાસે ૨૫ લાખ રૂપિયા લીધા હતા. એસીબી દ્વારા મારા મેલને એપ્રિલ મહિનામાં જ મુંબઈ પોલીસ કમિશનરને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.
ઠાકુર પોતે પોર્ન ફિલ્મોના મામલામાં આરોપી છે.તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. હાલમાં તે ફરાર છે. બીજી તરફ રાજ કુન્દ્રા ૨૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. રાજના પાર્ટનર અને બનેવી પ્રદીપ બખ્શીની પણ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. તેની સામે પણ પોલીસે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે.પ્રદીપ બખ્શી જ યુકેમાં રહીને રાજ દ્વારા મોકલવામાં આવતી પોર્નોગ્રાફિક ફિલ્મોને અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હોવાનુ પોલીસનુ માનવુ છે.