પાવાગઢ મંદિરના નવીનીકરણમાં તૈયાર કરાયેલ દિવાલનો ભાગ ધરાશાયી

421

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં નવિનીકરણમાં તૈયાર કરાયેલી દીવાલનો ભાગ આજે અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, દીવાલ ખીણ તરફ પડી હોવાથી જાનહાનિ ટળી ગઇ હતી. પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઉભી કરવામાં આવેલી દીવાલ આજે ધરાશાયી થઇ ગઇ હતી. આ દીવાલ છાસિયા તળાવ તરફ આવેલા ખીણ વિસ્તાર તરફ ઢસડાઇ પડી હતી. નિર્જન વિસ્તાર તરફ દીવાલ હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઇ નહોતી. દીવાલ તાજી બનાવવામં આવી હોવાથી આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે ખીણ તરફના ભાગમાં દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના ટળી ગઇ હતી.

Previous articleશિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકેની ટ્રેનિંગ આપવાના તાલીમ કાર્યક્રમને શિક્ષણમંત્રીએ ખૂલ્લી મૂકી
Next articleરવિ પૂજારીની કબૂલાતઃ ૨૫ લાખમાં સોપારી લઈ ફાયરિંગ કરાવ્યું હતું