અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ૨૭ જુલાઇએ ભારત આવશે

554

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૪
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ૨૭ જૂલાઈએ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકા કરશે. એન્ટની બ્લિંકને ટિ્‌વટ કરીને આની જાણકારી આપી છે. તેમને લખ્યું, “૨૬ જૂલાઈએ હું નવી દિલ્હી અને કુવેતના પ્રવાસ પર નિકળીશું. આ પ્રવાસ કોરોના મહામારીને પહોંચીવળવાની કોશિશો, સુરક્ષા હિતો અને ક્લાઇમેન્ટ ચેન્જ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારા પારસ્પરિક સહયોગને રેખાંકિત કરશે.” ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો પ્રવાસ ભારત અને અમેરિકાની વેશ્વિક રણનીતિ ભાગીદારીને મજબૂત બનાવવા અને બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય વાતચીતને ચાલું રાખવાનો એક અવસર છે.” આંતરાષ્ટ્રીય બાબાતોના જાણકારો માને છે કે, આ દરમિયાન બંને પક્ષો અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટને લઈને પણ વાતચીત કરી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસીની જાહેરાત કરી છે. એવામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ એક વખત ફરીથી વધ્યું છે. અફઘાનિસ્તાન સરકારનું સમર્થન કરનારા ભારતે હાલમાં જ સુરક્ષા કારણોને લીધે કંધાર સ્થિત દૂતાવાસથી રાજદૂતો સહિત ૫૦ કર્મચારીઓને પરત બોલાવી લીધા હતા.

Previous articleરાહુલ ગાંધીએ કહ્યું મને યૂપીની કેરી પસંદ નથી, યોગીએ કહ્યું, તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે
Next articleચીને અમેરિકન વાણિજ્ય મંત્રી સહિત કેટલાક નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો