ચીને અમેરિકન વાણિજ્ય મંત્રી સહિત કેટલાક નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો

300

(જી.એન.એસ.)બેઇજિંગ/વોશિંગ્ટન,તા.૨૪
ચીને અમેરિકન વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ સહિત કેટલાક અમેરિકન નાગરિકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને આ નિર્ણય અમેરિકાના તે પગલાના જવાબમાં લીધો છે જે હેઠળ અમેરિકાએ હોંગકોંગમાં ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનનો આ નિર્ણય તે દિવસે જ સામે આવ્યો છે જે દિવસે અમેરિકાની ઉપ વિદેશ મંત્રી વેન્ડી શર્મન ચીનના પ્રવાસે જવાના છે. બાઈડન પ્રશાસને ચીનના આ નિર્ણયને ‘નિરર્થક’ અને ‘નિરાશાવાદી’ ગણાવ્યો છે. અમેરિકાએ હોંગકોંગમાં ચીની અધિકારીઓ પર પ્રતિબંધ તે વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં તેમની કથિત ભૂમિકાને લઈને લગાવ્યો હતો. અમેરિકાએ હોંગકોંગમાં વ્યાપાર કરનારા પોતાના નાગરિકોને ત્યાં પણ રહેલા ખતરાને લઈને ચેતવ્યા હતા. હોંગકોંગમાં પાછલા વર્ષે મોટા પ્રમાણમાં લોકશાહી સમર્થક પ્રદર્શન થયા તે પછી ચીને ત્યાં રાષ્ટ્રી સુરક્ષા કાયદાઓ લાગું કરી દીધા હતા. આ કાયદામાં હડતાલ, વિરોધ પ્રદર્શન અને વિદેશી શક્તિઓ સાથે સંબંધ રાખવાને અપરાધ માનવામાં આવે છે અને તે માટે કોઈને પણ આજીવન કેદની સજા થઈ શકે છે. તેના તાજેતરના પ્રતિબંધોની ઘોષણા કરતા, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે યુ.એસ. પ્રતિબંધો “હોંગકોંગના વ્યવસાયિક વાતાવરણને નિરાધાર રીતે બદનામ કરવા” અને “આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા માટે લાદવામાં આવ્યા છે.” ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે જવાબી કાર્યવાહી હેઠળ તે યુ.એસ. વાણિજ્ય સચિવ વિલ્બર રોસ સહિત સાત યુએસ નાગરિકો અને સંગઠનો પર પ્રતિબંધો લાદી રહ્યો છે.

Previous articleઅમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ૨૭ જુલાઇએ ભારત આવશે
Next articleસિડનીમાં લોકડાઉન સામે આક્રોશ, હજારો લોકોએ વિરોધમાં કાઢી રેલી