પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

269

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૫
ભારતીય રેસલર પ્રિયા મલિકએ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગરીમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.
એક દિવસ પહેલાં ભારતની વધુ એક પુત્રી મીરાબાઇ ચાનૂએ ટોક્યો ઓલમ્પિકના વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અને દરેક હિંદુસ્તાનીઓનું માથું ગર્વથી ઉંચું કરાવી દીધું. હવે મલિક રેસલિંગમાં પોતાનો દમ બતાવ્યો છે. પ્રિયા મલિક હરિયાણાના જીંદ જીલ્લાની નિવાસી છે. તેમણે ચૌધરી ભરત સિંહ મેમોરિયલ રમત સ્કૂલ નિદાનીની સ્ટૂડેન્ટ છે. પ્રિયાના પિતા જયભગવાન નિડાની ઇન્ડીયન આર્મીમાંથી નિવૃત થઇ ચૂક્યા છે. પ્રિયા મલિકની સફળતામાં તેમના કોચ અંશુ મલિકનો ખૂબ મોટો રોલ રહ્યો છે. પ્રિયાએ વર્ષ ૨૦૨૦માં યોજાયેલા નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ ગત વર્ષે પટનામાં યોજાયેલી રાષ્ટ્રીય કેડેટ કુશ્તી પ્રતિયોગિતામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. તેમનું સપનું છે કે તે એક દિવસ ઓલમ્પિકમાં ભારતને રિપ્રેજેંટ કરે.