ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનો નેધરલેન્ડ્‌સ સામે ૫-૧થી પરાજય

629

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૫
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ગ્રૂપના પ્રારંભિક મુકાબલામાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટીમ નેધરલેન્ડ્‌સ સામે પ્રથમ બે ક્વાર્ટરમાં પ્રભાવશાળી દેખાવ કર્યા બાદ મુકાબલાને ૫-૧થી ગુમાવ્યો હતો. ફેલિસ એલબર્સે છઠ્ઠી મિનિટે નેધરલેન્ડ્‌સને ૧-૦થી આગળ કરી દીધું હતું. ભારતીય સુકાની રાની રામપાલે ૧૦ મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો. હાફ ટાઇમ સુધી ભારતે શાનદાર ડિફેન્સિવ રમતનું પ્રદર્શન કર્યું હતું અને સ્કોર સરભર રહ્યો હતો. બ્રેક બાદ રિધમ તૂટી હતી અને નેધરલેન્ડ્‌સ વધારે આક્રમક રમત દાખવીને વધુ ત્રણ ગોલ નોંધાવી દીધા હતા. માર્ગેટ વાને જેફેને ૩૩મી મિનિટે ગોલ કરીને ટીમને ૨-૧થી આગળ કરી દીધી હતી. ત્યારબાદ ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્‌સ માટે એલબર્સે ૪૩મી અને ફ્રેડરિક માર્ટાએ ૪૫મી મિનિટે ગોલ કરીને મુકાબલાને એકતરફી બનાવ્યો હતો. ડચ ખેલાડી જેકલિન કાઇયા માસાકરે ૫૨મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવતા નેધરલેન્ડ્‌સે પાંચમો ગોલ કર્યો હતો. વિમેન્સ ટીમ હવે ગ્રુપમાં ૨૬મી જુલાઇએ જર્મની સામે ટકરાશે.

Previous articleપીવી સિંધુની શાનદાર શરૂઆત, પ્રથમ મેચમાં ફ્ક્ત ૨૮ મિનિટમાં ૨૧-૯થી જીત્યો મુકાબલો
Next articleગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનશે સચિન પાયલટ….???