વેઇટલિફ્ટિંગમાં સિલ્વર જીતનારી મીરાબાઈ ચાનૂનૂ મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે

258

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૬
ટોક્યો ઓલિમ્પિકથી આ સમયે એક મોટા સમાચાર આવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનૂનૂ મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે. પ્રથમ નંબર પર રહેલી ચીનની એથ્લીટ હોઉ જિહુઈ પર ડોપિંગની આશંકા છે. એન્ટિ ડોપિંગ એજન્સીએ હોઉનૂ સેમ્પલ-મ્ ટેસ્ટિંગ માટે બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે સેમ્પલ-છ ક્લીન નથી મળ્યું.
ચીનની એથ્લીટ હોઉ જિહુઈ આજે પોતાને દેશ પરત ફરવાની હતી, પરંતુ તેણે રોકવા માટે કહેવામા આવ્યું છે. કોઈપણ સમયે તેનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી શકે છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં આવું પહેલા પણ થઈ ચૂક્યું છે જ્યારે ડોપિંગમાં ફેલ થવા પર ખેલાડીનું મેડલ પરત લઈ લેવામાં આવે છે અને બીજા નંબરે રહલા ખેલાડીને આપવામાં આવે છે. જ્યારે મીરાબાઈ આજે જ પોતાના દેશમાં પરત ફરવાની છે. વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક અધિકારી જણાવ્યું, હજી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) તરફથી આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. સૌતરો મુજબ ગોલ્ડ મેડલ જીતનારી ચીનની હોઉનું એ- સેમ્પલ શંકાસ્પદ હોવાને કારણે તેણે હવે સેમ્પલ-બી મારે બોલાવવામાં આવી છે. જો ચીની ખેલાડીનો બી-સેમ્પલ પોઝિટિવ આવે છે, તો આઈઓસી અને ટોક્યો આયોજન સમિતિ દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકમાં મીરાએ ભારતને પ્રથમ અને અત્યાર સુધીનું એકમાત્ર મેડલ અપાવ્યું છે. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની ૪૯ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યું હતું. જ્યારે ચીનની હોઉ જિહુઈએ ૨૧૦ કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. ઇંડોનેશિયાની કેટિકા વિંડીએ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. ઓલિમ્પિક્સમાં ૫૦૦૦ એથ્લીટો માટે રેન્ડમ ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ એક રૂટિન પ્રક્રિયા છે. કેટલાક રમતવીરોના એ-સેમ્પલમાં શંકાસ્પદતાઓ મળી આવી છે. તેમાં હોઉ પણ સામેલ છે. જો તે ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો મીરાબાઈ ભારત માટે ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા એથ્લીટ બનશે.

Previous articleઅભિનેતા સોનૂ સૂદ સાયકલ લઈને દૂધ વેચવા નીકળ્યો?
Next articleપ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ