પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ

654

તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પદે વજીરખાન પઠાણની નિમણુંક થતા કોંગ્રેસ હાઈ કમાન્ડના આદેશ મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટનું સંગંઠન મજબુત કરવાના ભાગરૂપે – શિવશકતી હોલ ખાતે શહેર જીલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનો – કાર્યકરોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર ઉપરાંત તળાજા, પાલીતાણા, મહવા, શિહોર, ગારીયાધાર સહીતના તાલુકા મથકોના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે જીલ્લા કોંગ્રેસ સમીતીના ઉપ્રમુખ અને નગરસેવક રૂમીભાઈ શેખે સ્વાગત પ્રવચન કરેલ તેમજ ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, રહીમભાઈ કુરેશી, ફારૂકભાઈ હમદાની, સૈયદ સાલેબાપુ, નૌસાદ કુરેશી, યુસુબભાઈ સમા સહીતનાઓએ પ્રવચન કરેલ.
આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાધાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, ચેરમેન વજીરખાન પઠાણ સહીતના કોંગ્રેસ પક્ષના આગેવાનોએ કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત બનાવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવતા ગુલમહંમદભાઈ રાઉમા, ઉસ્માનભાઈ પીઠડીયા, સુફીયાન શેખ, સોહીલ ઘીવાળા, ફીરોજ મંધરા, સોહીલ હમીરાણી, જાકીર બામુસા, બાબુભાઈ શેખ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈબ્રાહીમભાઈ સરવૈયા એ કર્યું હતું.