રાણપુર પી.એસ.આઈ એન.સી.સગરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો

668

રાણપુરમાં પ્રશંસનીય કામગીરી બદલ પી.એસ.આઈ એન.સી.સગરનું વેપારીમંડળ,માનવ સેવા સમિતી,પોલીસ સ્ટાફ સહીત આગેવાનોએ સન્માન કર્યુ
બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એન.સી.સગરની બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.રાણપુર પોલીસ સ્ટેશન ખાતે એક વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા એન.સી.સગરની વલસાડ ખાતે બદલી થઈ છે. રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ કરતા વધુ સમયથી સારી અને પ્રસંશનીય કામગીરી કરીને લોકપ્રિયતા મેળવનાર પી.એસ.આઈ-એન.સી.સગર ની વલસાડ ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં રાણપુર વેપારી મંડળ અને પોલીસ સ્ટાફ દ્રારા એન.સી.સગર ને શ્રીફળ અને સાકળ નો પડો આપી વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમારોહ માં પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,સેક્રેટરી હબીબભાઈ વડીયા,યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન,મુસ્લિમ ઘાંચી સમાજના યુવા આગેવાન મકબુલભાઈ ખલાણી,દેસાઈ વોરા સમાજના યુવા આગેવાન બાપલભાઈ પાયક એ સાલ ઓઢાડી એન.સી.સગર નું સન્માન કર્યુ હતુ.તેમજ રાણપુર માનવ સેવા સમિતિના પરવેજ કોઠારીયા,ફુરકાન ભાસ,રફીક માંકડ સહીતના સભ્યો દ્રારા પી.એસ.આઈ-એન.સી.સગર ને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રાણપુર પોલીસ સ્ટાફે સાળંગપુર હનુમાનજીદાદા ની મુર્તિ આપી શાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી હતી.જ્યારે એન.સી.સગર ની વલસાડ બદલી થતા તેમની જગ્યાએ નવા પી.એસ.આઈ.તરીકે આર.સી.ધુમ્મડ ને મુકાયા છે.તેઓનુ પણ આગેવાનોએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ…