ભારતીય ટીમની રેટ્રો જર્સીમાં જોવા મળ્યો ધોની, વાયરલ થઈ તસવીર

232

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના જર્સીમાં જોવા મળ્યા છે. તેની ટીમ ઇન્ડિયાની જર્સીવાળી આ તસવીર સો.મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન હાલમાં મુંબઈમાં છે. ધોનીએ મુંબઈમાં એક ચેરિટી ફુટબોલ મેચ પણ રમી, જેમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર પણ જોવા મળ્યા હતા. આ ચેરિટી મેચમાં એમએસ ધોની ઉપરાંત ટીમ ઇન્ડાયાના મીડલ ઓર્ડર બેટ્‌સમેન શ્રેયસ અય્યર, એક્ટર રણવીર સિંહ પણ તેની સાથે હાજર હતા. ધોનીની એક તસવીર હાલમાં સો.મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ધોની એક કોમર્શિયલની જાહેરાત કરતા અહીં જોવા મળ્યા હતા અને તેણે ભારતીય ટીમની રેટ્રો જર્સી પહેરી હતી. ધોનીની ભારતીય ટીમની જર્સીવાળી આ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતની વનડે અને ટી૨૦ની ટીમ પણ આ રેટ્રો જર્સીનો ઉપયોગ કરે છે. ધોનીએ ટીમ ઇન્ડિયાની જર્સીમાં પોતાની અંતિમ મેચ ૨૦૧૯ વર્લ્ડ કપમાં રમી હતી. આ તેમની અંતિમ મેચ પણ હતી. ત્યારે ટીમ રેટ્રો જર્સીનો ઉપયોગ કરતી ન હતી. ધોનીના ફેન્સ લાંબા સમયથી ઇચ્છતા હતા કે ધોની ટીમની રેટ્રો જર્સીમાં જોવા મળે. હવે આ તસવીરને જોઈને એવું લાગે છે કે ધોનીએ પોતાના ફેન્સની વાત સાંભળી લીધી છે. ધોનીની રેટ્રો જર્સીની તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.