સીએએ માટે નિયમો બનાવવા વધુ છ મહિનાનો ગૃહ મંત્રાલયે સમય માંગ્યો

299

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટના નિયમ હજુ તૈયાર થયા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં એની જાણકારી આપી, સાથે જ નિયમો બનાવવા માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સવાલના જવાબમાં ૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનો સમય માંગ્યો છે જેથી નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ નિયમોને તૈયાર કરી શકાય છે. લોકસભામાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગાઈએ સવાલ પૂછ્યો હતો કે કેન્દ્ર સરકારે સીએએના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે. જો હા તો એ ક્યાં છે, અને નહિ શા માટે હજુ સુધી નથી કરવામાં આવી. આના જવાબમાં ગૃહમંત્રાલયે કહ્યું કે, સીએએને ૧૨.૧૨.૨૦૧૯ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, ૨૦૨૦માં કાનૂની રૂપમાં લાવવામાં આવ્યું છે. પરંતુ લોકસભા અને રાજ્યસભાની કમિટીઓથી આ કાનૂન હેઠળ નિયમ તૈયાર કરવા માટે જાન્યુઆરી, ૨૦૨૨ સુધીનો સમય માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં નાગરિકતા સંશોધન એક્ટ રજુ કરવામાં આવ્યું હતું. આ કાનૂન હેઠળ પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી આવવા વાળા હિન્દૂ, શેખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ કાનૂનનો દેશના અલગ અલગ વિસ્તારમાં ખુબ વિરોધ થયો હતો, સાથે જ વિપક્ષ પણ આ કાનૂન વિરુદ્ધ હતું. જો કે, બિલના કાનૂનમાં રુપ લેતા જ દેશમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ, એવામાં સરકારે કાનૂન બનાવવામાં વધુ સમય માંગ્યો હતો. લોકસભામાં જ સરકાર દ્વારા વધુ એક જવાબ આપવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૦,આ દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ કુલ ૯ કેસ નોંધ્યા છે, જયારે કુલ ૩૪ લોકોની ધરપકડ કરી છે.