પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટી ’સુપર ડાન્સર-૪’નું શૂટિંગ થોડાં દિવસ નહીં કરે

174

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૭
શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલો છે. ૧૯ જુલાઈના મોડી રાત્રે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી શિલ્પા શેટ્ટી ડાન્સ રિયાલિટી શો ’સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના શૂટિંગમાં આવી નથી. એક્ટ્રેસ હજી થોડો સમય શોમાં જોવા મળશે. હવે શિલ્પાના સ્થાને રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે જોવા મળશે. રિતેશ તથા જેનેલિયા ગેસ્ટ જજ બનીને શોમાં આવશે. બંને ગીતા કપૂર તથા અનુરાગ બસુ સાથે શોને જજ કરશે. રિતેશ તથા જેનેલિયાને આ શો ઘણો જ પસંદ છે અને તેથી જ તેઓ એક જ વારમાં શોમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. રાજ કુંદ્રાનું નામ અશ્લીલ વીડિયો પ્રોડ્યૂસ કરવામાં તથા એપ પર અપલોડ કરવામાં આવ્યું છે. પહેલાં કોર્ટે ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપી હતી, ત્યારબાદ ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા.