રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI તરીકે આર.સી.ધુમ્મડે ચાર્જ સંભાળ્યો

808

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ- એન.સી. સગરની વલસાડ ખાતે બદલી થતા તેમની જગ્યાએ નવા પી.એસ.આઈ-આર.સી.ધુમ્મડ ને મુકવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્રારા રાજ્યના ૭૭ પી.એસ.આઈ.ની જીલ્લા ફેર બદલીઓ કરવામાં આવી હતી.જેમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા પી.એસ.આઈ-આર.સી.ધુમ્મડ ની અમદાવાદ શહેરમાંથી બદલી થઈ ને બોટાદ જીલ્લામાં મુકવામાં આવ્યા છે.ત્યારે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્રારા પી.એસ.આઈ-આર.સી.ધુમ્મડ ને રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોપવામાં આવ્યો છે.ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.એસ.આઈ તરીકે આર.સી.ધુમ્મડ એ ચાર્જ સંભાળતા જ અસામાજી તત્ત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે.ત્યારે નવનિયુક્ત પી.એસ.આઈ-આર.સી.ધુમ્મડ એ ચાર્જ સંભાળતા જણાવ્યુ હતુ કે રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના લોકો સુખ,શાંતિ અને સલામતી થી રહે તેવી કામગીરી કરવામાં આવશે.રાણપુર શહેર સહીત તાલુકામાં દારૂ, જુગાર, અસામાજીક પ્રવૃતી,સ્કુલો પાસે રોમીયોગીરી,અસામાજીક તત્ત્વો,ટ્રાફીક જેવી બાબતો ઉપર કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવામાં આવશે.