ગુજરાતનાં ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની, લોકડાઉન બાદ પીનારાની સંખ્યા વધી

1129

રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતની ૪.૩ ટકા વસ્તી દારૂ પીવાની વ્યસની
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૦
આ ડ્રાય સ્ટેટ માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ રાજ્યસભામાં હાલમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ ૪.૩ ટકા વસ્તી એટલે કે આશરે ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી નારાયણસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં એઇમ્સ દ્વારા નેશનલ ડ્રગ યૂઝ સર્વે ૨૦૧૯ દરમિયાન એકત્રિત કરેલા આંકડા ટાંકવામાં આવ્યા છે.
ડેટા મુજબ, ગુજરાતમાં ૪.૩ ટકા લોકો દારૂ પર નિર્ભર હતા, આ રાજસ્થાનના ૨.૩%, બિહારના ૧% અને જમ્મુ-કાશ્મીરના ૪% કરતા પણ વધારે છે. જો કે, રાષ્ટ્રીય સરેરાશ ૧૭.૧% હતો, જેનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતની ૧.૪૬ ટકા વસ્તી (૬.૬૪ લાખ) અફિણના, ૧.૩૮ ટકા (૬.૨૮ લાખ) સિડટિવના, ૦.૮ ટકા (૩.૬૪ લાખ) ગાંજાના આદી હતા. આ સિવાય ૦.૦૮ ટકા (૩૬ હજાર) ઈન્હેલન્ટના વ્યસની હતા. સર્વેના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કોકેન, ઍમ્ફેટમીન અને હલૂસિનજનના વપરાશકાર નહોતા. એકંદરે, સર્વેમાં કુલ વસ્તીના આશરે ૮ ટકા લોકો (૩૬.૫ લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા. સર્વેમાં તમાકૂના વ્યસન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
શહેરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છે. નશામુક્તિ કેન્દ્રો અને મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૨૦૨૦-૨૦૨૧માં બે ગણો વધારો થયો છે.

Previous articleસુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, ૧૨ કર્મચારીઓને બચાવી લેવાયા
Next article૨૦ ઓગસ્ટથી ભાવગરથી દિલ્હી-મુંબઇ દૈનિક ફ્લાઇટનું સંચાલન થશે