ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોની રાજનીતિમાંથી ‘એક્ઝિટ’

231

બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ છે, થોડા દિવસ અગાઉ મોદી કેબિનેટ વિસ્તરણમાં સુપ્રિયોને સ્થાન મળ્યું ન હતું
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપના મોટા નેતા બાબુલ સપ્રિયોએ રાજનીતિને અલવિદા કરી દીધી છે. સુપ્રિયોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેઓએ પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય લીધો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાંસદ પદેથી રાજીનામું આપશે. સુપ્રીયોએ કહ્યું છે કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. જેથી તેઓ રાજકારણથી અલગ રહીને પણ સેવા કરી શકે છે. જેઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ હંમેશાં બીજેપીનો હિસ્સો રહેશે. છેલ્લા ઘણા દિવસોથી બાબુલ સુપ્રીયોની ચૂપકીદી અને ભાજપમાં ઘટતા કદ સામે સવાલો ઉઠી રહ્યાં હતા. અટકળો પણ હતી કે બાબુલ સુપ્રીયો કોઈ મોટુ પગલું ભરશે. પૂર્વ કેન્દ્રિય મંત્રી બાબૂલ સુપ્રિયોએ જણાવ્યું કે તે એક મહિનાની અંદર સરકાર દ્વારા આપેલા ઘરને ખાલી કરી દેશે. તે સાંસદ પદે પણથી રાજીનામું આપશે. હવે સોશિયલ મીડિયાની પોસ્ટના સહારે તમામ વિવાદો પર પણ તેમણે વાત કરી છે. સુપ્રીયોએ કબૂલ્યું છે કે પાર્ટીમાં મારે કેટલાક મતભેદો હતા. આ બાબતો ચૂંટણી પહેલાં જ સામે આવી ગઈ હતી. હાર માટે પણ હું જવાબદારી લઉ છું પણ બીજા નેતાઓ પણ આ માટે જવાબદાર છે. બાબુલ સુપ્રીયો મોદી સરકારમાં મંત્રી હતા. જેઓને બંગાળની હાર બાદ મંત્રીપદમાંથી ધરાર રવાના કરી દેવાયા હતા. આ અંગે સુપ્રીયોએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, રાજીનામું માગ્યું એનું દુખ નથી પણ જે રીતે મગાયું એનું દુખ છે. બંગાળ ભાજપમાં બાબુલ સુપ્રીયો મોટો ચહેરો ગણાતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બાબુલ સુપ્રિયોની મૌન અને ભાજપમાં તેમના ઘટતા કદ પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. અટકળો હતી કે બાબુલ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. હવે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એ તમામ વિવાદો પર પણ બાબુલે વિસ્તારથી વાત કરી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી સાથે મારે કેટલાક મતભેદો હતા. તે વાતો ચૂંટણી પહેલા તમામ સામે આવી ગઈ હતી. હાર માટે હું જવાબદારી લઉં છું, પરંતુ બીજા નેતા પણ જવાબદાર છે.
બાબુલ સુપ્રિયોએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તે લાંબા સમયથી પાર્ટી છોડવા માંગતા હતા. તેઓએ પહેલા જ ધારી લીધું હતું કે હવે રાજકારણમાં નથી રહેવું. પરંતુ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની વિનંતીના કારણે તેઓ પાર્ટીમાં રહ્યા. પરંતુ હવે તેમના કેટલાક નેતાઓ સાથે મતભેદ છે અને તમામ વિવાદ પણ જનતા સામે આવી રહ્યા હતા, એવામાં તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે.