૩૮ને ફાંસી, ૧૧ને આજીવન કેદ

269

શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયા હતા, ૭૦ મિનિટમાં ૫૬ લોકોના મોત, ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા
અમદાવાદ,તા.૧૮
અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ. શનિવારની એ સાંજ..૨૬મી જુલાઈ ૨૦૦૮નો એ દિવસ ક્યારેય કોઈ અમદાવાદી ન ભૂલી શકે.એક બાદ એક ઘડાકામાં કુલ ૫૮ લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને ૨૪૦ લોકોને ઇજાઓ પહોંચી. ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં જે ૨૧ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ખાડિયામાં ૩, બાપુનગર ૨, રામોલ ૨ અમરાઈવાડી ૧, , વટવા ૧, દાણીલિમડા ૧, ઇસનપુર ૧, ઓઢવ ૨, કાલુપર ૧, અમદાવાદ સિવિલ ૧, નરોડા ૨, સરખેજ ૧, નિકોલ ૧ અને ખાત્રજમાં ૧. જેમાંથી રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા. અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ૪૯ દોષિતોમાંથી ૩૮ દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે.આ સિવાયના ૧૧ દોષિતોને આજીવન કારાવાસ પણ ભોગવવો પડશે. અહેવાલ અનુસાર કોર્ટે ઈન્ડિય પીનલ કોડની કલમ ૩૦૨ અને યુએપીએએક્ટ હેઠળ આ આકરી સજા સંભળાવી છે. કોર્ટે બ્લાસ્ટ કેસમાં મૃતકના પરિવારને એક લાખ રૂપિયાનું વળતર આપવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને ૫૦ હજાર અને સામાન્ય ઈજાગ્રસ્તને ૨૫ હજારનું વળતર ચુકવવાના આદેશ કર્યા છે.. કોર્ટે આરોપીઓને ૨.૫૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વળી આરોપી નંબર સાતને કોર્ટે ૨.૮૮ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટ દ્વારા કુલ ૭ હજાર ૧૫ પાનાંનો ચૂકાદો આપવામાં આવ્યો છે.વર્ષ ૨૦૦૮માં અમદાવાદના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં તપાસ અધિકારીઓ, આરોપીઓ અને ચાર્જશીટ સહિત અત્યારસુધીમાં શું શું થયું તેનો ઘટનાક્રમ પણ ખૂબજ મહત્વનો રહ્યો છે સાંજના ૬.૩૦ વાગ્યાથી રાત્રિના ૮.૧૦ આ સમયગાળામાં અમદાવાદ રક્ત રંજીત થઇ ચૂક્યું હતું.જેમાં કોર્ટે ૩૮ આરોપીઓને ફાંસી અને ૧૧ને આજીવન કેદની સજા સંભળાવી છે. દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. મૃતકોને ૧ લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને ૫૦ હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને ૨૫ હજારનું વળતર આપવા આદેશ કરાયો છે. અમદાવાદ રક્તરંજીત બની ચુક્યુ હતું હવે સવાલ હતો કે કોણે આ બ્લાસ્ટ કર્યા. ત્યાં જ આ સવાલોના જવાબ રૂપી ઇન્ડિયન મુજાહિદ્દીન હરકત-ઉલ જિહાદ અલ ઇસ્લામીએ આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી. જેમાં રિયાઝ અને ઇકબાલ તેમજ યાસીન આ ત્રણેય ભટકલ બંધુઓના નામ ચર્ચામાં આવ્યા. જેમા યાસીન ભટકલ દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે તો આ બ્લાસ્ટનું ષડયંત્ર કેરળના જંગલમા ઘડાયું હોવાનું સામે આવ્યું, જેમાં એવી હકિકતો સામે આવી કે ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલે લેવા કાવતરું ઘડાયું હતું.આતંકીઓએ વાઘમોરના જંગલોમાં બ્લાસ્ટની ટ્રેનિંગ લીધી ત્યારબાદ આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી, મુંબઇથી કારમાં વિસ્ફોટકો લવાયા હતા. ૧૪ સાઇકલ ખરીદી અને સ્થાનિક સ્લીપર સેલનો ઉપયોગ કરીને બ્લાસ્ટને અંજામ અપાયો જેમાં મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કરી હતી. જે બાદ અમદાવાદ પોલીસે તાત્કાલીક બ્લાસ્ટની તપાસમાં ૯૯ આતંકીઓની ઓળખ કરી, જેમાંથી ૮૨ આતંકીઓને ઝડપી લેવાયા અને ૩ આતંકી પાકિસ્તાન ફરાર થઇ ગયા. જ્યારે ૧ આરોપી સીરિયા ફરાર થઇ ગયો, જ્યારે ૩ આતંકી અન્ય રાજ્યમાં સજા ભોગવી રહ્યા છે. જ્યારે ૧ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. અમદાવાદમાં ૨૦ અને સુરતમાં ૧૫ ફરિયાદ નોંધાઇ આમ ૩૫ કેસને એકી સાથે ભેગા કરાયા. જ્યારે આ કેસમાં ડિસેમ્બર ૨૦૦૯માં લાંબી કાયદાકીય કાર્યવાહી શરૂ થઇ, જેમાં ૧૧૬૩ લોકોની જુબાની લેવાઇ હતી, ૧૨૩૭ સાક્ષીઓને પડતા મુકાયા અને ૬ હજાર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા. ૫૧ લાખ પેજની ૫૨૧ ચાર્જશીટ દાખલ કરાઇ, જેમાં ૯૮૦૦ પેજની એક ચાર્જશીટ હતી. ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષ પછી દલીલો પૂર્ણ થઇ, આ દરમિયાન ૭ જજ બદલાયા. તો આ કેસની સૌથી મહત્વની વાત એ રહી કે કોરોનાકાળમાં પણ ડે ટૂ ડે કેસ ચલાવાયો હતો.અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના ૪૯ દોષિતની સજાની ૧૪ ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. ૧૧ અને ૧૪ ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. હવે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સજા જાહેર કરાઈ છે. આ ગોઝારી ઘટનાને ૧૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ઘટનાનો ભોગ બનેલા લોકોના શરીર પરના ઘા રૂઝાયા છે પણ હ્ય્‌દય પર પડેલા યાતનાના ઘા રૂઝાયા નથી. પીડિત પરિવારોએ ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું કે જ્યારે પણ ૨૬ જુલાઇ આવે છે, ત્યારે આ લોકોના ઘા તાજા થાય છે. આ ઘટનાનો ભોગ બનનારા લોકોએ તે કાળમુખા દિવસને યાદ કરીને પોતાની વેદનાને વાચા આપી હતી સાથે જણાવ્યું હતું કે આ દિવસે પરિવારમાંથી ગુમાવેલા સભ્યો માટે કાયમી દુઃખ રહ્યું છે. સિરિયલ બોમ્બ બ્લાસ્ટને લીધે અસારવા વિસ્તારની ગ્રીન સિટિમાં રહેતા દુષ્યંતભાઇ વ્યાસના પરિવારમાંથી દુષ્યંતભાઇ અને તેમના મોટા પુત્ર રોહને જીવ ગુમાવ્યો હતો. આ સિવાય નાનો પુત્ર યશ પણ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા આપવામાં આવી હતી.

બ્લાસ્ટ કેસમાં આ દોષિતોને મળી ફાંસીની સજા
• આરોપી નં-૧ જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી
• આરોપી નં-૨ ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી
• આરોપી નં-૩ ઈકબાલ કાસમ શેખ ફાંસી
• આરોપી નં-૪ સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી
• આરોપી નં-૫ ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી
• આરોપી નં-૬ મોહમદ આરીફ કાગઝી ફાંસી
• આરોપી નં-૭ મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી
• આરોપી નં-૮ યુનુસ મહમદ મન્સુરી ફાંસી
• આરોપી નં-૯ કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી
• આરોપી નં-૧૦ આમીલ પરવાઝ શેખ ફાંસી
• આરોપી નં-૧૧ સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી
• આરોપી નં-૧૨ સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી
• આરોપી નં-૧૩ હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી
• આરોપી નં-૧૪ મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી
• આરોપી નં-૧૫ મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી
• આરોપી નં-૧૬ અબ્બાસ ઉંમર સમેજા ફાંસી
• આરોપી નં-૧૮ જાવેદ એહમદ શેખ ફાંસી
• આરોપી નં-૨૭ મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી
• આરોપી નં-૨૮ અફઝલ મુતલ્લીબ ઉસ્માની
• આરોપી નં-૩૧ મહંમદ આરીફ જુમ્મન શેખ
• આરોપી નં-૩૨ આરીફ બસીરૂદ્દીન શેખ
• આરોપી નં-૩૬ મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા
• આરોપી નં-૩૭ કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા
• આરોપી નં-૩૮ મહંમદ સેફ
• આરોપી નં-૩૯ જીશાન ઈશાન અહેમદ શેખ
• આરોપી નં-૪૦ ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી
• આરોપી નં-૪૨ મહંમદ શકીલ લુહાર
• આરોપી નં-૪૪ મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
• આરોપી નં-૪૫ ફઝલે રહેમાન દુર્રાની
• આરોપી નં-૪૭ અહેમદબાવા અબુબકર બરેલવી
• આરોપી નં-૪૯ સરફુદ્દીન
• આરોપી નં-૫૦ સૈફુર રહેમાન
• આરોપી નં-૬૦ સાદુલી અબ્દુલ કરીમ
• આરોપી નં-૬૩ મોહંમદ તનવીર પઠાણ
• આરોપી નં-૬૯ આમીન નઝીર શેખ
• આરોપી નં-૭૦ મોહમદ મોબીન
• આરોપી નં-૭૫ મોહમ્મદ રફીક મસકુર અહેમદ
• આરોપી નં-૭૮ તૌસીફખાન પઠાણ
આ દોષિતેને મળી આજીવન કેદ
• આરોપી નં-૨૦ અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન
• આરોપી નં-૨૧ મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી
• આરોપી નં-૨૨ ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ
• આરોપી નં- ૨૬ મહંમદ અલી મહોરમ અલી અન્સારી
• આરોપી નં-૩૦ મહંમદ સાદ્દીક શેખ
• આરોપી નં-૩૫ રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા
• આરોપી નં-૪૩ અનીક ખાલીદ શફીક સયૈદ
• આરોપી નં-૪૬ મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ
• આરોપી નં-૫૯ મોહંમદ અન્સારી
• આરોપી નં-૬૬ મોહંમદ સફીક અન્સારી
• આરોપી નં-૭૪ મોહમદ અબરાર બાબુખાન મણીયાર

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૫,૯૨૦ કેસ નોંધાયા