કોરોનાનો કેર વધતા જાપાનમાં ૩૧ ઓગસ્ટ સુધી ઇમરજન્સીની જાહેરાત

170

(જી.એન.એસ.)ટોક્યો,તા.૩૧
જાપાનમાં કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે સરકારે ૩૧ ઓગસ્ટ સુધી ઇમરજન્સીની જાહેરાત કરી છે. આ ઇમરજન્સી ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાન્ત પર લાગૂ થશે. આ રાજ્યો સિવાય હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તમાં પણ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટ પ્રાથમિકતાના આધાર પર ઉપાયોને લાગૂ કરવામાં આવશે. આ સમયે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે, જેમાં વિશ્વભરના હજારો ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. જાપાનના પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્‌વીટ કરી જણાવ્યું કે જાપાન સરકારે ૩૧ ઓગસ્ટ સુધી ટોક્યો, સૌતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાન્તોમાં ઇમરજન્સીની સ્થિતિની જાહેરાત કરી રહી છે. આ સિવાય હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તોમાં કોરોનાનો પ્રસારક રોકવા માટે પ્રાથમિકતાના ઉપાયોને લાગૂ કરે છે. ટોક્યો અને ઓકિનાવામાં પ્રથમ જ ઇમરજન્સી લાગૂ છે જે ૨૨ ઓગસ્ટે ખતમ થવાની છે.
જાપાની મીડિયા એનએચકે વર્લ્ડે જણાવ્યું કે સરકારે આ નિર્ણય દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતા લેવામાં આવ્યો છે. ટોક્યો મેટ્રોપોલિટન સરકારે ૨૯ જુલાઈએ ૩૮૬૫ નવા કેસની પુષ્ટિ કરી હતી, જ્યારે જાપાનમાં તે દિવસે ૧૦૬૯૯ નવા કેસ સામે આવ્યા હતા. આ બંને આંકડા મહામારીની શરૂઆત થયા બાદ સૌથી વધુ છે. સરકારના તમામ સાવચેતી ઉપાયો છતાં જાપાનમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી નથી. જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ કહ્યુ કે ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે, અમે ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિવાના પ્રાન્તોમાં ઇમરજન્સીની જાહેરાત લાગૂ કરવા અને હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તમાં બીમારીનો પ્રસાર રોકવા માટે પ્રાથમિકતાના ઉપાયોને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Previous articleઆતંકી હુમલાનું કાવતરૂ નિષ્ફળઃ મોટી માત્રામાં વિસ્ફોટકો મળ્યા
Next articleગુજરાતના અમરેલીમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૃ થશે