ઝહીર ખાને ટી-૨૦ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ જાહેર કરી, શિખર ધવનનો કર્યો સમાવેશ

198

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ને શરૂ થવાને આશરે ત્રણ મહિનાની વાર છે. ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્ડકપમાં ઉતરતાં પહેલા અંતિમ ટી૨૦ ઈન્ટરનેશનલ સીરિઝ રમી ચુક્યું છે. ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલમાં રમશે તે બાદ તરત ટી-૨૦ વર્લ્ડકપ રમાશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ટી-૨૦ સીરિઝ બાદ ૧૫ સભ્યોની ટીમ પસંદ કરી છે. ઝહીરે આ ટીમમાં શિખર ધવનને સ્થાન આપ્યું નથી. ધવન શ્રીલંકા સામે ટી-૨૦ સીરિઝમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો. તેણે ક્રિકબઝને જણાવ્યું, હું મારી ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને રોહિત શર્મા સાથે કરાવવા માંગીશ. તે બાદ કોહલી અને સૂર્યકુમાર યાદવ આવશે. તેણે એમ પણ કહ્યું કે, યુઝવેંદ્ર ચહલે ટીમનો હિસ્સો બનવું જોઈએ અને વરૂણ ચક્રવર્તી કે વોશિંગ્ટન સુંદરને તેમના પાર્ટનર સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમનો હિસ્સો રહેશે. હું ચહલને લીડ લેગ સ્પિનર તરીકે પસંદ કરીશ, જ્યારે રાહુલ ચહર તેના બેક અપ તરીકે રહેશે. ઝહીર ખાને ટી-૨૦ વર્લ્ડકપ માટે પસંદ કરેલી ૧૫ સભ્યોની ટીમ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રાહુલ ચાહલ, ટી નટરાજન-ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર-વરૂણ ચક્રવર્તી.

Previous articleસુપર ડાન્સર શોના મેકર્સે રવિના ટંડનનો સંપર્ક કર્યો
Next article૧૯ મી ઓગસ્ટથી સમ્પૂર્ણ રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાશે