મણિપુર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ ભાજપમાં જોડાયા

270

(જી.એન.એસ.)ઇમ્ફાલ,તા.૧
આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપી એકવાર ફરી પોતાની તાકાત વધારવામાં લાગી છે. છેલ્લા કેટલાક મહિનામાં અન્ય દળોના અનેક મોટા નેતા બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે. આ ક્રમમાં હવે મણિપુરનું નામ પણ જોડાઈ ગયું છે. મણિપુરમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણીથી પહેલા કૉંગ્રેસને મોટો ઝાટકો આપતા મણિપુર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ બીજેપીમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદદાસ ૬ વાર વિષ્ણુપુર સીટથી ધારાસભ્ય રહ્યા છે અને રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગયા વર્ષે જ ડિસેમ્બરમાં ગોવિંદદાસ કોંથૌજમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. મણિપુરમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગોવિંદદાસ કોંથૌજમનું કૉંગ્રેસ છોડવું પાર્ટી માટે મોટા ઝાટકાથી ઓછું નથી. ગોવિંદદાસે બીજેપી મુખ્યમથકે બીજેપીની સદસ્યતા ગ્રહણ કરી. આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા જ્યાં બીજેપીના મોટા નેતાઓની ફોજ ઉભી થઈ ગઈ છે, તો કૉંગ્રેસને ફરી એકવાર ચૂંટણી પહેલા ઝાટકો મળી રહ્યો છે. કૉંગ્રેસ હાલમાં જ પંજાબ સંકટથી બહાર નીકળી છે. પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે વિવાદ ભલે શાંત થઈ ગયો હોય, પરંતુ ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણીને લઈને બંને નેતા ફરી આમને-સામને આવી શકે છે. આ જ રીતે રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટની વચ્ચે એકવાર ફરી ખેંચતાણ જોવા મળી છે.