રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સે ભારતીય મહિલા હોકી ટીમને સેમિ.માં પ્રવેશ માટે અભિનંદન આપ્યા

255

(જી.એન.એસ)મુંબઈ,તા.૨
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં, ભારતીય હોકી ટીમ ૪ દાયકાઓ પછી ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ભારતીય મહિલા ટીમે આજે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર ૨ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જે બાદ મનોરંજન જગતની તમામ હસ્તીઓ તેમને સતત અભિનંદન આપી રહી છે. ચાલો જોઈએ કયા સ્ટારે ભારતીય મહિલા હોકી ટીમને કઈ રીતે અભિનંદન આપ્યા. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણદીપ હુડ્ડાએ ટિ્‌વટર પર એક ટિ્‌વટ લખીને ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપ્યા છે, તેમણે લખ્યું, ઈંચકદેઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સૈયામી ખેરએ પણ ભારતીય મહિલા હોકી ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ માટે અભિનંદન આપ્યા છે, તેમણે લખ્યું, “રોંગટે ખડે કર દેને વાલા પલ”. લેખક અને ટેલિવિઝન એન્કર નાઓમી દત્તાએ ટિ્‌વટ કરીને લખ્યું, “બોલીવુડ આમ તો ઘટના બાદ ફિલ્મ બનાવે છે, પરંતુ આ વખતે તો ૧૪ વર્ષ પહેલા બનાવી ચૂક્યું છે ઈંચકદેઇન્ડિયા. નાઓમી અહીં આ ટિ્‌વટમાં શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મ ચક દે ઇન્ડિયા વિશે વાત કરી રહી હતી. પ્રખ્યાત શેફ રણવીર બરારે પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે, તેમણે લખ્યું, તમામ કામ છોડીને ભારતીય ટીમને અભિનંદન આપો. કારણ કે ઇતિહાસ રચવામાં આવ્યો છે. બોલિવૂડ સ્ટાર્સ સતત ચાલી રહેલી ઓલિમ્પિક મેચ પર પોતાની નજર રાખી રહ્યા છે, જ્યાં તે બધા સતત તેના વિશે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. બોલિવૂડની આ સ્ટાઇલ તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.